શોધખોળ:વાંસદા તાલુકાના ચંપાવાડી- ખંભાલિયાની પરિણીતા ગુમ

વાંસદા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વીકીતાકુમારી લાડ - Divya Bhaskar
વીકીતાકુમારી લાડ

વાંસદા તાલુકના ચંપાવાડીની અને ખંભાલીયાની બે પરિણીતા ઘરેથી નીકળ્યા બાદ આજદિન સુધી પરત નહીં ફરતા ગુમ થયાની વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ બાબતે પોલીસે તેણીના ફોન અને વર્ણનને આધારે શોધખોળ કરવાની તજવીજ હાથ ધરી છે.

વાંસદા તાલુકાના ચંપાવાડીમાં રહેતી અંજનાબેન સંજયભાઈ પટેલ (ઉં.વ. 29) 30મી મે એ ઘરેથી વાંસદા કોટેજ હોસ્પિટલમાં મજૂરી કામે જાઉં છું તેમ કહી નીકળી હતી. જે આજદિન સુધી પરત ઘરે ન ફરતા તેણીના પતિ સંજય રમેશભાઈ પટેલ (ઉ.વ. 31)એ વાંસદા પોલીસ મથકે પત્ની ગુમ થવાની જાણવા જોગ ફરિયાદ આપી હતી. ગુમ થનાર અંજનાબેન મધ્યમ બાંધાની અને રંગે ઘઉંવર્ણ, જમણા હાથના બાવડા પર સાંઈબાબાનુ ટેટુ બનાવેલું છે અને શરીરે લાલ કલરનો સફેદ ચેકસવાળો કુર્તો તથા બ્લ્યુ લેગીન્સ પહેરી છે. તે ગુજરાતી અને હિન્દી ભાષા બોલી તેમજ સમજી શકે છે.

અંજનાબેન પટેલ
અંજનાબેન પટેલ

બીજા બનાવમાં વાંસદા તાલુકાના ખંભાલિયા ગામે રહેતી વીકીતા કુમારી તુષાર કુમાર લાડ (ઉં.વ. 26) 9મી જૂને 8.30 વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. જેની તપાસ કરતાં તેઓ આજદિન સુધી ઘરે પરત ફરી ન હતી. જેથી તેણીના પતિ તુષારકુમાર લાડ (ઉ.વ. 33)એ વાંસદા પોલીસ મથકે પત્ની ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. ગુમ થનાર વીકીતાકુમારી શરીરે મધ્યમ બાંધાની, રંગે ઘઉંવર્ણ તેમજ કાળા કલરનો કુર્તો અને સફેદ કલરની લેન્ગીંસ પહેરેલી છે. તેણે જમણા હાથના કાંડાના ભાગે ઓમનું ટેટુ બનાવેલું છે અને ધોરણ-12 સુધી અભ્યાસ કર્યો છે. તે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા જાણે છે. એક સપ્તાહમાં બે પરિણીતા ગુમ થયાની ફરિયાદ વાંસદા પોલીસ મથકે થતાં ચકચાર મચી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...