તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ગણપતિ તેમજ જન્માષ્ટમી તહેવારની ઉજવણીને લઈ બેઠક

વાંસદા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાંસદા તાલુકાના ઉપસળ ખાતે વાંસદા સિનિયર પી.એસ.આઈ. વિરેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને ગણપતિ તેમજ જન્માષ્ટમીના તહેવારોની ઉજવણીને લઈ ગામના આગેવાનો તેમજ ગણેશ મંડળના આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક મળી. જેમાં આગેવાનો તેમજ આયોજકોને સરકારની ગાઈડલાઈન પ્રમાણે ગણેશજીની પ્રતિમા ચાર ફૂટની રાખવી તેમજ એક જ વાહનમાં પંદર વ્યક્તિઓ દ્વારા પ્રતિમાનું વિસર્જન કરવાનું રહશે. તેમજ ડીજે વગાડવાનું રહશે નહીં. ગણપતી મંડપમાં ઢોલ વગાડી શકશે અને સોસીયલ ડિસ્ટન્સ માટે કુંડાળા કરવાના રહેશે.

જન્માષ્ટમી બાબતે જે તે સ્થળોએ સપ્તાહનું આયોજન કરવામાં આવતું હોય સપ્તાહ કરવાની પરમિશન આપવામાં આવેલ છે. તેમજ દહીંહાંડી ફોડવાની તેમજ યાત્રા કે સરઘસ કાઢવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ બેઠકમાં ગામના સરપંચ કલ્યાણભાઈ આર.પટેલ, ગ્રામ પંચાયત સભ્ય કનુભાઈ ડી. પટેલ, ગામના આગેવાનો તેમજ ગણેશ મંડળોના આયોજકો હાજર રહ્યા હતા. પી.એસ.આઈ. વાઘેલાએ જણાવ્યુ હતુ કે, લોકો કાયદા અને જાહેરનામાનું પાલન કરશે તો પોલીસની કોઈ કનગડતા રહશે નહીં અને તહેવાર પણ સારી રીતે ઉજવાશે.

અન્ય સમાચારો પણ છે...