અકસ્માતનો ભય:ચઢાવ પાસે કોષ ખાડી નજીક પુલની સાઇડે મસમોટા ભયજનક ખાડા

ઉનાઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચડાવ પાસે કોષ ખાડી નજીક વળાંકમા તૂટેલી રેલીંગ અને ભયજનક ખાડો - Divya Bhaskar
ચડાવ પાસે કોષ ખાડી નજીક વળાંકમા તૂટેલી રેલીંગ અને ભયજનક ખાડો
  • વાપી-શામળાજી હાઇવેના પુલ ઉપરની રેલીંગ પણ અહીથી પસાર થતા વાહન ચાલકો માટે જોખમી

વાંસદા તાલુકાના ઉનાઈ ગામથી પસાર થતો વાપી-શામળાજી હાઇવે પર આવેલ ચઢાવ ગામે કોષ ખાડી નદીનો પુલની રેલિંગની બાજુમાં પડેલા ખાડોને કારણે અકસ્માત થવાનો વાહન ચાલકોને ભય દ્વિચક્રી તેમજ મોટા વાહન પુલ પરથી પસાર થતાં ખાડાને કારણે મોટા અકસ્માતો થવાનો ભય સતાવી રહ્યો છે.

જોકે ઉલ્લેખનીય છેકે, કોષ ખાડી પરનો પુલ વર્ષો જૂનો હોય એની આજુબાજુની રેલિંગ પાસે માટી ધોવાણને કારણે ખાડાનું નિર્માણ થવા પામ્યું છે. જે ચોમાસા પૂર્વે તંત્ર દ્વારા નિરાકરણ કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે. પુલના વળાંકમાં પડેલ ખાડોને કારણે કોઇ નિર્દોષ વાહનચાલકનો આકસ્માત થાય કે કોઈ મોટી જાનહાનિ થાય એ પહેલાં તંત્ર દ્વારા સત્વરે મરામત કરવાની માંગણી ઉઠી છે.

વાપી-શામળાજી હાઇવે 24 કલાક વાહનોથી ધમધમતો હાઇવે હોય અહીં રોજિંદા અનેક વાહનો પસાર થતા હોય છે. તેમજ સાપુતારા જવા માટે અનેક સહેલાણીઓ આ હાઇવે પરથીજ જતા હોય છે. એવામાં રાત્રી દરમિયાન પર્યટકો વાહન લઈને જતા હોય અને આવા ખાડાઓને કારણે અકસ્માત થાય તો નવાઈ નથી.

જેથી આવા 24 કલાક વ્યસ્ત હાઇવે પર ખાડાઓ પડે કે કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાય તો તંત્ર દ્વારા એનું યુદ્ધના ધોરણે નિરાકરણ કરવામાં આવે એ જરૂરી છે. વાહન ચાલકોને સમસ્યાનો સામનો ન કરવો પડે તેમજ સમયનો બગાડ ન થાય અને આવા ખાડાઓ જીવલેણ સાબિત ન થાય. તંત્ર દ્વારા આ બાબતે નોંધ લઇ તાત્કાલિક ધોરણે યોગ્ય નિરાકરણ કરવામાં આવે એવી સમયની માંગ છે.

અકસ્માત થવાનો ભય સતાવે છે
ચોમાસામાં આ રસ્તા પર અનેક ખાડાઓ પડી જતા હોય છે, પરંતુ કોષ ખાડીના પુલની બાજુમાં ચોમાસા પહેલા ખાડો પડી જાવા પામ્યો છે. આજ રસ્તે રોજ વાંસદા જવાનું થાય છે. ખાડાને કારણે અકસ્માત થવાનો ભય સતાવે છે - અરવિંદભાઈ પટેલ, વાહનચાલક

અન્ય સમાચારો પણ છે...