લોકોમાં રોષ:ઉનાઇ-ચરવીમાં અનેક પરિવારો પ્રધાનમંત્રી આવાસથી વંચિત

ઉનાઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વાંસદા તાલુકાના ઉનાઇ ચરવી પંથકમાં કેટલાયે લોકો બિસમાર ઘરોમાં વસવાટ કરી રહ્યાં છે. - Divya Bhaskar
વાંસદા તાલુકાના ઉનાઇ ચરવી પંથકમાં કેટલાયે લોકો બિસમાર ઘરોમાં વસવાટ કરી રહ્યાં છે.
  • સરવે પ્રમાણે હાલમાં મંજૂર થયેલા આવાસોની સંખ્યાં ઓછી

વાંસદા તાલુકાના ઉનાઈ-ચરવી ગામના અનેક ગરીબ પરિવારો પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત રહ્યાં છે. છેલ્લા બે વર્ષથી આવાસ માટે અનેક પરિવારોને તંત્ર દ્વારા વારંવાર પોતાના જર્જરીત મકાનનોના ફોટા પડાવી ફોર્મ ભરાવી રહ્યા હોવા છતાં અનેક પરિવારોના આવાસ મંજૂર કરવામાં આવ્યા નથી. જે લાભાર્થીઓ આવાસ મંજૂર થયા છે એમને સમયસર હપ્તાની ચૂકવણી કરવામાં નહીં આવતા અનેક લાભાર્થીઓના મકાન અધૂરા રહી ગયા છે.

વાંસદા તાલુકાના ઉનાઈ/ચરવી ગામે બે વર્ષ પહેલા 80 આવાસોનો સરવે કરવામાં આવ્યો હતો. જેમાંથી 12 લાભાર્થીને આવાસનો લાભ મળ્યો હતો, જેમાં પણ અધૂરા હપ્તા નહીં ચૂકવતા લાભાર્થીઓ હાલાકી વેઠી રહ્યાં છે. અન્ય લાભાર્થીઓને આજદિન સુધી આવાસ યોજનાનો લાભ મળ્યો નથી. જેથી ગરીબ પરિવારો આવાસ યોજના થકી ઘર બનાવવાના માત્ર સ્વપ્ન જોઈ રહ્યા છે. અનેક આવાસો હાલમાં પણ માત્ર કાગળો પર મંજૂર થયા છે પરંતુ લાભાર્થીઓ સુધી પહોંચ્યા નથી. વાંસદા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ઉનાઈ-ચરવી ગામે અધૂરી સાબિત થતા લોકોમાં રોષ ફેલાયો છે.

ઉનાઈ-ચરવી ગામે 20-21-22મા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગામના 80 લાભાર્થીને આવાસ મંજૂર થયા હતા, જેમાં 12 લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ દીઠ રૂ. 30 હજારનો પહેલો હપ્તો બેંક ખાતામાં જમા થયો હતો અને બીજા હપ્તામાં માત્ર ૩ લાભાર્થીના ખાતામાં રકમ જમા થતા અન્ય 9 લાભાર્થીને કોઈપણ પ્રકારની સહાય મળી નથી, જેના કારણે લાભાર્થીઓનું ઘર નહીં બનતા મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો હતો. હાલમાં ચોમાસુ નજીક હોય હપ્તો નહીં ચૂકવતા અનેક લાભાર્થીઓને ચોમાસામાં મુશ્કેલીનો સામનો કરવો પડે એવી સ્થિતિ ઉભી થઈ છે.

ગ્રાંટ નથી આવી હોવાનું રટણ
પ્રધાનમંત્રી આવાસ યોજના હઠેળ ઉનાઈ ચરવી ગામના 80 લાભાર્થીઓને મકાનનો લાભ અપાયો હતો, જેમા 12 લોકોને આવાસની મંજૂરી મળી અને 68 લભાર્થીઓ બે વર્ષથી આવાસ વગર લાચાર છે. અન્ય આવાસ બાબતે તાલુકા મથકે રજૂઆત કરીએ તો ઉપરથી ગ્રાન્ટ નથી આવી હોવાનું એક જ રટણ રટતા હોય છે. અધિકારીઓ ત્યારે સમગ્ર તાલુકા મથકના બધાજ ગામોમાં આજ હાલત છે. - મનિષ પટેલ, સરપંચ, ઉનાઈ

તાલુકામાં 1472 આવાસનો ટાર્ગેટ અપાયો છે
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વાંસદા તાલુકામાં 2017/18 મુજબ 7643 આવાસોનો સરવે કરવામાં આવ્યો હતો. બાદમાં વાંસદા તાલુકામાં 20-21માં 1177 આવાસ મંજૂર તેમજ 21-22મા 295 આવાસ મંજૂર, જે મુજબ તાલુકામાં 1472 આવાસનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જે 2017 મુજબ કરવામાં આવેલા સરવે કરતા ઓછો છે. જેથી મોટાભાગના લાભાર્થીઓ આવાસથી વંચિત રહ્યા છે, જે આવાસ મંજૂર થયેલા છે એ લાભાર્થીઓને આપવાનું ચાલુ કર્યું છે. - અશ્વિનભાઈ માહલા, વિસ્તરણ અધિકારી

દર વર્ષે ફોર્મ ભરીએ છીએ છતાં આવાસનો લાભ મળ્યો નથી
દર વર્ષે આવાસ માટે ફોટા પડાવી ફોર્મ ભરીએ છીએ છતાં આજદિન સુધી આવાસનો લાભ મળ્યો નથી. હું અને મારો દીકરો અમે મજૂરી કરી ગુજરાન ચાલવીએ છીએ. આવાસ માટે અનેકવાર રજૂઆત કરી છે પરંતુ આવાસનો લાભ મળ્યો નથી. સાવ નાના ઝૂંપડામાં રહીએ છીએ. ચોમાસામાં પણ ખૂબ તકલીફ પડે છે. વહેલી તકે આવાસનો લાભ મળે એવી આશા રાખીએ છીએ. - ઉષાબેન રૂમાજી ગામીત, સ્થાનિક, ચરવી

અન્ય સમાચારો પણ છે...