તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધિ:જીપીએસસીની પરીક્ષા પાસ કરી વાંસદાના કિરણ પટેલ PI બન્યા

વાંસદા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પર્યાવરણ બચાવવાનું કાર્ય કરનાર સામાજિક કાર્યકરની સિદ્ધિ
 • સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા મિત્રો પાસેથી પુસ્તકો લઇ વાંચતા હતા

નવસારી જિલ્લાનાં વાંસદાના પાટા ફળિયામાં રહેતા કિરણભાઈ સુનિલભાઈ પટેલ (પાંડવી)એ GPSC દ્વારા લેવાયેલી પોલીસ ઈન્સ્પેક્ટર (PI)ની પરીક્ષા પાસ કરી છે અને તેઓ સીધા પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે પસંદ થયા છે. તેમણે સમગ્ર વાંસદા તાલુકા, વાંસદા ગામ અને આદિવાસી સમાજનું નામ રોશન કર્યુ છે. તેમણે ST કેટેગરીમાં પ્રથમ ક્રમ મેળવીને ખૂબ જ ઊંચી સફળતા પ્રાપ્ત કરી છે.હાલ જ તેમણે પોલીસ કોન્સ્ટેબલની ટ્રેનિંગ પૂર્ણ કરી હતી અને તેમનું પોસ્ટિંગ વાંસદા પોલીસ સ્ટેશનમાં થયું હતું. કોન્સ્ટેબલ પહેલાં તેઓ એક સામાજિક કાર્યકર તરીકે કાર્ય કરી રહ્યાં હતાં.

તેઓ લોકોમાં પર્યાવરણને બચાવવાની જાગૃતિ ફેલાવી રહ્યા હતાં. તેમણે પોતાની સોશિયલ મીડિયા દ્વારા ગામડાંના લોકોની સમસ્યાઓ જાણી વહીતંત્ર સમક્ષ રજૂ કરીને તેને હલ કરવાના પ્રયત્નો કર્યા હતાં. કિરણ પાડવી (પટેલ) ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમનાં માતા ગંગાબેન પટેલ ગૃહિણી છે અને તેમનાં પિતા સુનિલભાઈ પટેલ ખેડૂત અને સામાજિક કાર્યકર છે. કિરણ પાડવીએ બી.ઈ સિવિલ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે. તેઓ છેલ્લા ચાર વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયાર કરી રહ્યાં હતાં અને તેમણે અંતે પાંચમાં ઈન્ટરવ્યુમાં સફળતા મેળવી છે.

આ અગાઉ તેમણે જીપીએસસીના ચાર ઈન્ટરવ્યુ અને છ જેટલી મુખ્ય પરીક્ષાઓ આપી હતી.તેમણે જણાવ્યું હતું કે તેમની પાસે વાંચવાના પુસ્તકો ન હતાં તો તેઓ તેમના મિત્રો પાસે પુસ્તકો ઉછીના માંગી વાંચતા હતાં.કિરણ પાડવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સંઘર્ષ કરતાં રહો. સંઘર્ષ કદી હારતો નથી. તેમણે તેમનાં ગામ વાંસદામાં એક સારી લાઈબ્રેરી હોય એવી ઈચ્છા વ્યકત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો