તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્મૃતિ ભેટ:વાંસદામાં કારસેવકોનું સન્માન કરાયું, અટકાયત થતા 14 દિવસ સુધી જેલવાસ ભોગવ્યો હતો

વાંસદાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સન 1989માં વાંસદાના રહીશ રાજેશભાઈ ગાંધી તથા વાંસદા તાલુકાના 30 જેટલા કાર સેવકો તેમની આગેવાનીમાં અયોધ્યા પહોંચ્યા હતા. જ્યાં તેમની પોલીસ દ્વારા અટકાયત થતા 14 દિવસ સુધી જેલવાસ ભોગવ્યો હતો. આ પ્રસંગને અનુરૂપ ગઢી ધર્મશાળામાં કાર સેવક તરીકે ગયેલા દિલીપસિંહ પરમાર, દિલીપસિંહ વિજયભાઈ પટેલ, કાંતિલાલ પટેલ, કાળુભાઇ મજમુદાર વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નટુભાઈ પંચાલ દ્વારા આગેવાન કારસેવક રાજેશભાઇ ગાંધીનું સન્માન કરવામાં આવ્યુ હતું અને સ્મૃતિ ભેટ પણ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...