ચારણવાડા ગામે ફાળવેલી જંગલ ખાતાની જમીનમાં જેસીબીથી ખોદકામ કરાતા વન વિભાગે જેસીબી કબજે કર્યું હતું. વાંસદા તાલુકાના ચારણવાડા ગામે રહેતા જશુભાઈ લાહનભાઈ હુડકીને વન અધિકાર ધારા-2006 હેઠળ જંગલની જમીન સરવે નંબર 309/1 ફાળવવામાં આવી હતી.
જે જમીનમાં જેસીબી મશીનથી ખોદકામ કરતા હોવાની બાતમી વાંસદા પૂર્વ વન વિભાગના આરએફઓ ચેતનભાઈ પટેલ મળી હતી. બાતમીને પગલે તેમણે સ્થળ પર તપાસ કરતા જેસીબી (નં. જીજે-21-ક્યુક્યુ-1474)થી વન અધિકાર ધારા હેઠળ મળેલી જમીનમાં લેવલિંગ કરવાનો ગુનો પકડાયો હતો.
જેથી ભારતીય વન અધિનિયમ 1927ની કલમ મુજબ વનખાતા દ્વારા ગુનો નોંધી જેસીબી મશીન કબજે કરી મીઢાબારી વનખાતાના ડેપોમાં જમા કર્યું હતું. આ ગુનાની આગળની તપાસ પૂર્વ રેંજના આરએફઓએ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.