તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમનું આયોજન:કોરોના જેવી કપરી સ્થિતિમાં પણ સેવાયજ્ઞ ચાલુ રાખ્યો એ પ્રશંસનીય છે ; C.R.પાટીલ

વાંસદા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૌંઢા ગામે અનાજ કીટ, સાધન સહાય અને ગૌ દાન કાર્યક્રમ યોજાયો

વાંસદા તાલુકાના ચૌંઢા ગામે મા. શાળામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને અનાજ કીટ, સાધનસહાય અને ગૌ દાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર સહિતના આગેવાનોના હસ્તે જરૂરિયાતમંદોને અનાજ કીટ વિતરણ કરવા સાથે એક ચોપર મશીન, ત્રણ ઘરઘંટી, એક હાલર મશીન અને બે નંગ લેપટોપ રોજગારી માટે જરૂરિયાતમંદોને સહાયરૂપે અપાયા હતા.

જ્યારે સી.આર.પાટીલના હસ્તે 3 ગાયનું દાન કરાયું હતું. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષે સ્થાનિક અને અમેરિકાના દાતાઓની પ્રશંસા કરતા કહ્યું હતું કે, કોરોના જેવી કપરી સ્થિતિમાં પણ સેવાયજ્ઞ ચાલુ રાખ્યોએ અભિનંદનને પાત્ર છે. જ્યારે વલસાડ- ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલે આજ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ દાતાઓ ચાલુ રાખે એવી આશા વ્યક્ત કરી હતી. વાંસદા તાલુકા પ્રમુખ મણિલાલ પટેલ સહિત ભાજપ આગેવાનો અને દાતાઓ હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમના સંચાલક લાયન્સ ક્લબ ઓફ વાંસદાના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ સોલંકી, યુએસએના પ્રકાશભાઈ નાયક અને રિદ્ધિ સિદ્ધિ આદર્શ ગ્રામ વિકાસ મંડળના પ્રમુખ સીતારામ ગાંવિતે સૌનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...