તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:વાંસદા મનપુરની પ્રા.શાળામાં આઈસોલેશન રૂમ શરૂ કરાયો

વાંસદા14 દિવસ પહેલા
 • કૉપી લિંક

વાંસદા તાલુકાના અનેક ગામો કોરોના સંક્રમણ વધતા મનપુર ગામની પ્રાથમિક શાળામાં કોરોના સંક્રમિત માટે આઈસોલેશમ રુમ શરૂ કરાયા હતા. વાંસદા તાલુકાના અંતરિયાળ ગામો સહિત મહારાષ્ટ્રને અડીને આવેલા બોર્ડર વિલેજના ગામોમાં કોરોના મહામારીનો વધારો જોવા મળી રહ્યો છે. જેનું મુખ્ય કારણ તાલુકાના ગામડાઓમાં અંધવિશ્વાસ અને જાગૃતિના અભાવે સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને ઘણાં વૃદ્ધો સાથે યુવાનોએ જીવ ગુમાવ્યો છે.

હાલ વહીવટીતંત્ર દ્વારા કોરોના મહામારી અને વેક્સિન માટે લોકોમાં જાગૃતિ લાવવી બહુ જ જરૂરી બન્યું છે. જેને લઈ મનપુર ગામના ભાજપ મહામંત્રી સંજય બિરારીએ ગામમાં જ પ્રાથમિક શાળામાં આઈસોલેશન રૂમ તૈયાર કરી સંક્રમિત લોકોને ત્યાં રહેવા માટે વ્યવસ્થા ઉભી કરી છે, જેના પગલે હવે ગામમાં જ પોતાના ઘરઆંગણે ગ્રામવાસીઓ આઈસોલેશનમાં રહી શકે છે.

વેક્સિન અંગે લોકોમાં જાગૃતિ જરૂરી
વાંસદા તાલુકામાં બિમાર પડે તો અંધવિશ્વાસ અને જાગૃતિના અભાવે લોકો જીવ ગુમાવે છે. પ્રાઇવેટ ગાડી પણ કરીને હોસ્પિટલ મોકલે તો પણ સારું છે કહીને હોસ્પિટલમાંથી ઘરે પરત આવી જાય છે અને વધી જવાના કારણે જીવ ગુમાવે છે. લોકોમાં કોરોના અને કોરોના વેક્સિન અંગે જાગૃતિ ગામડાઓમાં લાવવી જરૂરી છે. વહીવટીતંત્ર એના માટે પ્રયત્ન હાથ ધરે એવી અમારી માંગ છે. > અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા-ચીખલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો