તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:ચીખલી કસ્ટોડિયલ ડેથ કેસ મુદ્દે MLAની આઈજી સાથે મુલાકાત, આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા માંગ કરી હતી

વાંસદા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચીખલી કસ્ટોડિયલ ડેથ મુદ્દે ધારાસભ્ય અનંત પટેલ અને રૂઢિપ્રથાના પ્રમુખ રમેશ પટેલ સુરત પોલીસ મહાનિર્દેશકની સાથે મુલાકાત કરી આરોપીને તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી. ડાંગના બે યુવાનોના ચીખલી પોલીસ સ્ટેશનમાં અપમૃત્યુ થયુ હતું. આ બાબતે મૃતકના પરિવારને ન્યાય મળે એ હેતુથી સમગ્ર આદિવાસી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. જેના કારણે 7મી ઓગસ્ટે બિનઆદિવાસી સંગઠન દ્વારા ચીખલી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરાયો હતો. આ મુદ્દે ચીખલી-વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં સુરતના આઈજી સાથે મુલાકાત કરીને વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

બંને આદિવાસી યુવાનોના મૃત્યુ પોલીસ કસ્ટડીમાં થવાના કારણે પીઆઈ તથા અન્ય પોલીસ કર્મચારીઓ પર કલમ-302 અને એટ્રોસિટી એક્ટ મુજબના અત્યંત ગંભીર ગુના નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં મહિનો વિતી જવામાં આવ્યો હોવા છતાં ધરપકડ કે કોઈ અન્ય રીતના પગલાં નહીં લેવામાં આવતા ચીખલી-વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને રમેશ પટેલ દ્વારા સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવા માટેની માંગણી કરવામાં આવી હતી. જો તાત્કાલિક ધરપકડ કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં ગંભીર પરિણામ ભોગવવાના દિવસો આવશે.

સમગ્ર તપાસ પણ એવા અધિકારીને આપવામાં આવી છે જેઓ પોતે આદિવાસી સમાજ સાથે અન્યાય કરતા આવ્યા છે. આમ હવે સમગ્ર આદિવાસી સમાજના વિવિધ મંડળો દ્વારા ચીખલી-વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આશ્ચર્યજનક કાર્યક્રમો યોજાશે. આઈજી સાથેની મુલાકાતમાં ડો. અનિલ પટેલ, પ્રગ્નેશ પટેલ, તુષાર પટેલ, કૌશિક પટેલ, નિલેશ પટેલ, હાર્દિક પટેલ તેમજ અન્ય આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...