અવરનેશ:વાંસદા તાલુકામાં ચોમાસામાં સર્પદંશનાં બનાવમાં વધારો

વાંસદા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સર્પદંશનાં કેસ માટે ઠેરઠેર જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરતા ડો.લોચન શાસ્ત્રી

ડુંગરાળ પ્રદેશ વાંસદા તાલુકામાં દર વર્ષે ચોમાસા દરમિયાન સર્પદંશની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન વાંસદાના રાણી ફળિયા વાંસદાની એક હોસ્પિટલમાં સર્પદંશના 71 દર્દી નોંધાયા હતા. જેમાં નાગ, મણિયાર, કામળિયો તેમજ ફોડસાના દંશના કેસ જોવા મળ્યા હતા. આ સાથે બિનઝેરી સર્પદંશના કેસો પણ નોંધાયા હતા.

ડો. લોચન શાસ્ત્રીએ સર્પદંશની સારવારના અનુભવ લઈ સાથે સારવારમાં થોડા થોડા બદલાવ કરી પોતાની એક નવી સારવારની પદ્ધતિ વિકસાવી અને તે પદ્ધતિથી સારવાર કરતા આ વર્ષે સર્પદંશના કેસોમાં એકપણ કેસ ગંભીર થયો નથી કે કોઈ પણ દર્દીને પ્લાઝમા કે લોહી ચડાવવાની જરૂર પડી નથી.

કામળીયાના દંશના ઘણાં ખરા દર્દીઓને ડાયાલિસિસની જરૂર પડતી હોય છે પણ આ વર્ષે એક પણ કેસમાં ડાયાલિસિસની જરૂર પડી નથી. આ સાથે હોસ્પિટલ શરૂ થયા પછી અહીં 225 જેટલા સર્પદંશના દર્દીઓને સારવાર કરવામાં આવી અને એ બધા જ દર્દીઓને સારા કરવામાં સફળતા મળી છે. આ સાથે જ જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન સર્પદંશના દર્દીઓને સારા કરવા માટે સાપના ઝેર વિરોધી રસી કે જેને એસવી કહેવામાં આવે છે.

તેના 239 જેટલા વાયર વાપરવામાં આવ્યા હતા. આ ઇન્જેક્શનનો ગુજરાત સરકારના સહયોગથી દરેક ઝેરી સર્પદંશના દર્દીઓને મફત આપવામાં આવ્યા હતા. ઝેરી સર્પદંશના દર્દીને સારવાર માટે 5થી લઈને 30 વાયર ઈન્જેક્શનની જરૂર પડી શકે છે. સર્પદંશ હંમેશા ખેતમજૂરો કે ગામડાના ગરીબ લોકોને થતો હોય છે તો ગુજરાત સરકારે દર્દીઓને ફ્રીમાં ઇન્જેક્શન આપી મોટી રાહત આપી છે. જયારે સર્પદંશ વિશે જાગૃતિ લાવવા અંતરીયાળનાં ગામોમાં, સ્કૂલોમાં સર્પદંશ વિશે માહિતીના કાર્યક્રમ હાથ ધરી ડો.લોચન શાસ્ત્રી ઉમદા ઉદાહરણ પૂરુ પાડી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...