તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:વાંસદા તાલુકાના પશુઓમાં લમ્પી સ્કીન ડિસીસ રોગથી પશુપાલકો ચિંતિત બન્યાં

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 હજારથી વધુ પશુઓમાં આ રોગ ફેલાતા તેમને સારવાર અપાઇ રહી છે

વાંસદા તાલુકાના અનેક ગામોમાં પશુઓમાં લમ્પી સ્કિન ડિસીસ રોગ ફેલાયો છે. તાલુકામાં 1 હજારથી વધુ પશુઓમાં આ રોગ ફેલાવાથી તેમને સારવાર અપાઈ રહી છે. આ ઉપરાંત આવા પશુઓનું દૂધ લેવા માટે ડેરીવાળાના પાડતા પશુપાલકોમાં ચિંતા ફેલાઈ છે. વાંસદા તાલુકાના અનેક ગામોમાં પશુઓને લમ્પી સ્કિન ડિસિસ રોગ ફેલાવાથી પશુપાલકોમાં ચિંતા વધી છે. આ રોગ બોર્ડર વિલેજના નિરપણ, ચોરવણી, કણધા, કાવડેજ, ઘોડમાળ, ખાનપુર (બારતાડ), સતિમાળ જેવા અનેક ગામોમાં ફેલાતા વહીવટીતંત્ર દોડતું થયું છે.

આ રોગ ગાભણ પશુઓ અને નાના વાછરડાઓમાં વધારે જોવા મળે છે. પશુઓના શરીર પર ડાઘા પડે, સોજો ચઢે, ગળા અને પગના ભાગે સોજો ચઢી જાય. પશુઓનું શરીર ધ્રૂજે અને તાવ પણ આવી જાય, વાયરસના કારણે ગૂમડાં ફૂટી જાય જેને લઈ પશુપાલકોએ પશુ દવાખાનાનો સંપર્ક કરી રહ્યાં છે. બોર્ડર વિલેજના વાંગણના આજુબાજુના 9 જેટલા ગામ માટે એક જ મોબાઈલ વાહન હોવાથી પશુઓની સારવાર સમય પર થઇ શકતી નથી. પશુપાલકોને વહેલી તકે સરકારી હોસ્પિટલનો કોન્ટેક કરી પશુઓની સારવાર કરાવવી જોઈએ. સરકારી સારવારના અભાવે ખાનગી ડોક્ટરો પાસે સારવાર કરાવવા મજબૂર બન્યાં છે.

રોગવાળા પશુનું દૂધ ડેરીમાં નહીં અપાય
વાંસદા તાલુકામાં પશુઓમાં લમ્પી સ્કિન ડિસીસ રોગ ફેલાયો છે. જેને પશુઓમાં દૂધ પણ ઓછું થઈ ગયું છે અને આ રોગવાળા પશુઓનું દૂધ ડેરીમાં ભરવા ના પાડે છે. સરકાર વહેલી તકે આ રોગ ઉપર નિયંત્રણ લાવે તે જરૂરી છે. - કાતુંભાઈ પટેલ, વાંગણ

સ્થિતિ નિયંત્રણ બહાર નીકવાની શક્યતા
પશુઓમાં ફેલાયેલ વાઇરસ માટે સરકાર વહેલી તકે ડોક્ટરોની ટીમ મોકલી આ રોગ ઉપર કાબુ મેળવે નહીં તો પશુપાલકો સાથે પશુઓનું આરોગ્ય જોખમમાં પડશે અને સ્થિતિ નિયંત્રણ બહાર નીકળી જશે. - બારૂકભાઈ ચવધરી, માજી વિરોધ પક્ષ નેતા

20 ટકા પશુઓમાં રોગ ફેલાયો છે
હાલમાં વરસાદ નથી એટલે સ્થિતિ કાબૂમાં છે. અંદાજિત 1 લાખ 8 હજાર જેટલા પશુમાંથી 20 ટકા જેટલા પશુઓમાં આ રોગ ફેલાયો છે અને દેશી ગાય કરતા હોસ્ટીન ગાયોમાં આ રોગનો ફેલાવો વધારે જોવા મળી રહ્યો છે. - યશકુમાર પટેલ, પશુ અધિકારી, વાંસદા

અન્ય સમાચારો પણ છે...