તંત્ર:વાંસદા તાલુકામાં 38 કરોડના ખર્ચે તૂટેલા રસ્તાઓનો ઉદ્ધાર કરાશે

વાંસદાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ રસ્તાના કામોના ખાતમુહૂર્ત કરાયા

વાંસદા તાલુકામાં મોટા રસ્તાના કામો અને બોર્ડર વિલેજના સી.સી. રસ્તાઓ તેમજ આદિમ જૂથના રૂ. 38 કરોડના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેનની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.

વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારો અને બોર્ડર વિલેજના ગામોમાં તેમજ આદિમ જૂથના રસ્તાના કામોની વિધાનસભામાં વારંવાર રજૂઆત કર્યા બાદ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના અથાગ પ્રયત્ન બાદ રૂ. 38 કરોડના રોડ-રસ્તાના અને સી.સી.રસ્તાના કામો તેમજ આદિમજૂથના ફળિયા કામોની મંજૂરી મેળવ્યા બાદ એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વર્ષોની માંગને પહોંચી વળવા માટે અનંત પટેલ દ્વારા તબક્કાવાર રજૂઆતો વિધાનસભામાં કરવામાં આવી હતી. જેમાં રિફ્રેસિંગના કામો, વાઈડનિંગના કામો, સી.સી. રસ્તાઓ આદિમ જૂથમાં પેવર બ્લોકના કામોની રજૂઆત અવારનવાર કરતા રસ્તાની મંજૂરી મળતાની સાથે જ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. જેમાં વાંદરવેલા -ઉમરકુઈ મુખ્ય રસ્તાથી ફડવેલને જોડતો રસ્તો મોટી ભમતી, ગોધાબારી રોડ (રીસરફેસિંગ), ગોધાબારી-દેવફળિયા રોડ ખડકીયા ગામે ચિક્કાર ફળિયામાં પેવર બ્લોકનું કામ ધાકમાળ કોલસીવાડમાં પેવર બ્લોકનું કામ માનકુનિયા ખોરા ફળિયા રોડ, નિરપણ ગામે શિવ ફળિયા સી.સી.રોડ હનુમંતમાલ મોળાઆંબા બોપી રોડ (રિસરફેસિંગ) ચૌંઢા પાતળી ફળિયા રોડ અને ખાટાઆંબા જામનીમાલ તરફ જતો રસ્તો રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા બારૂકભાઈ, તા.પં. પ્રમુખ ચંપાબેન કુંવર, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ તૃષાબેન, માજી જિલ્લા પંચાયત પ્રમુખ મહેશભાઈ ગામીત, તાલુકા ભાજપ પ્રમુખ મણીભાઈ પટેલ, બાબાજુભાઈ ખાંભલા, પરસુભાઈ , ચિતુભાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...