તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાંસદા નગરમાં ઘણા મહિના પછી ફરી ચોરટાઓ સક્રિય થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. રવિવારે મોડી રાત્રે ઇકો કારમાં ચોરટાઓને ત્રણ-ચાર ઘરમાં ચોરીમાં સફળતા મળી ન હતી. જ્યારે એક ઘરમાં કોઈ ન હોય ત્યાંથી ચોરટાઓ 93 હજારના સોના-ચાંદીના દાગીના ચોરી જતા પોલીસ દોડતી થઈ હતી.
વાંસદા પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ સંજયભાઈ ડાહ્યાભાઈ સોલંકી (હાલ રહે. જુના દરબાર ફળિયા, મૂળ રહે. ભરૂચ)ની પત્ની મહુવાસ પીએચસીમાં લેબ ટેકનિશિયન તરીકે નોકરી કરે છે અને ભાડેના મકાનમાં રહે છે. તેમની સાસુ બિમાર હોવાથી મળવા પરિવાર સાથે 27મીએ સુરત ગયા હતા. સોમવારે સવારે પરત વાંસદા ઘરે આવતા ઘરનો દરવાજો ખુલ્લો અને દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. તેમણે ઘરમાં પ્રવેશ કરીને જોતા કબાટ ખુલ્લો અને કપડાં વેરવિખેર હાલતમાં હતા.
તપાસ કરતા કબાટમાં મુકેલા સોનાનું મંગળસૂત્ર કિંમત રૂ. 25 હજાર, બે વીંટી કિંમત રૂ. 9 હજાર, પતરાની પેટીમાં મુકેલા કમરમાં પહેરવાના 3 ચાંદીના મોટા ઝુડા કિંમત રૂ. 15 હજાર, બીજા બે નાના ઝુડા કિંમત રૂ. 11 હજાર, છોકરાના હાથના કડા રૂ. 2200, ચાંદીનો લક્કી રૂ. 800, ચાંદીના ઝાંઝરી કિંમત રૂ. 30 હજાર મળી કુલ રૂ. 93 હજારના સોના-ચાંદીના દાગીનાની ચોરી થયાનું જણાતા સંજય સોલંકીએ ચોરટાઓ વિરુદ્ધ વાંસદા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આજુબાજુના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ સહિત ડોગ સ્કવોર્ડની મદદથી ચોરટાઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારની રાત્રિના સમયે બ્રહ્મદેવ વિસ્તારમાં પણ ત્રણ-ચાર મકાનમાં ચોરટાઓએ ઘરના તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.