વૃદ્ધની હેવાનિયત:વાંસદા પંથકમાં સગીરાને મોબાઇલ પર ગીત સંભળાવતો 'ને વારંવાર દુષ્કર્મ આચરતો

વાંસદા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સગીરાને મારવાની ધમકી આપી શેરડીના ડેલે વારંવાર પાપ આચર્યુ

વાંસદા પંથકમાં એક ગામમાં માતા-પિતા મજૂરી કામે બહાર નીકળ્યા બાદ એકલી રહેતી છોકરીને ફળિયામાં જ રહેતા વૃદ્ધે શેરડીના ડેલે લઇ જઇ અવારનવાર દુષ્કર્મ કર્યાની ફરિયાદ સગીરાની માતાએ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે. વાંસદા પંથકમાં મજૂરી કામે જતા માતાપિતાના ઘરમાં રહેતી છોકરીને લલચાવી ફોસલાવી રમવાના બહાને શેરડીના ખેતરે આવેલ ડેલે લઇ જઇ ફળિયામાં જ રહેતા ચંપક નામના વૃદ્ધે દુષ્કર્મ કર્યુ હતું.

તાજેતરમાં જ છોકરીએ બપોરે જમવા આવેલી તેની માતાએ જોતા તે ધૂળવાળી હોય ત્યારે માતાએ છોકરીને પૂછેલ કે તું ક્યાં ગયેલી ત્યારે છોકરીએ કહેલ કે હું મોટી મમ્મીને ત્યાં ગયેલી ત્યારબાદ ફરી માતાએ નજીકના ખેતરમાં કામ કરવા જતી રહી સાંજે ૩ વાગે ફરી ઘરે પાણી પીવા માટે આવી ત્યારે સગીરાની માતાને તેની જેઠાણીએ ઘરે આવીને કહ્યું કે, તારી છોકરીને તું સાચવ તેમ કહેતા માતાએ કહેલ કે મારી છોકરી તારા સાથે શું કર્યું ત્યારે ત્યારે જેઠાણીએ જણાવ્યું કે, તારી છોકરી અને એક 60 વર્ષના વૃદ્ધને ઘણીવાર શેરડીના ખેતરમાંથી બન્ને એકસાથે બહાર નીકળતા જોયા છે.

આથી સાંજે 5 કલાકે ઘરે આવી ત્યારે પતિ અને સાસુની રૂબરૂમાં છોકરીને પૂછ્યું કે, તું આજે મને સાચું બોલજે કે આજે તું ક્યાં ગઇ હતી, ત્યારે છોકરીએ બધાની સામે તેની માતાને જણાવ્યું કે ચંપકભાઈ (ઉ.વ. 60) એ તેમના શેરડીના ખેતરમાં રહેવા માટે ડેલું બનાવેલ છે ત્યાં મને રોજ આશરે બપોરે 12 વાગે પછી મને રોજ બોલાવતો અને ત્યાં મને તે તેનો મોબાઈલ ફોન ગીત સાંભળવા આપી મારી સાથે ખરાબ કૃત્ય કરતો હતો અને મને કહેતો હતો કે આવું બધું તું કોઈને કહેશે તો હું તને ધારિયાથી મારી નાંખીશ. આજે પણ શેરડીના ડેલુમાં બોલાવી મોબાઈલમાં ગીત સંભળાવી વૃદ્ધે દુષ્કર્મ કરતાં માતાએ વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વૃદ્ધને પકડી પાડયો હતો.

અન્ય સમાચારો પણ છે...