તાકીદ:વાંસદામાં કેલીયા બાદ જૂજ ડેમ 92 ટકા ભરાતા એલર્ટ

વાંસદા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જૂજ અને કેલીયા ડેમમાં પાણીની આવક વધુ રહી હતી. પાણીની આવક વધતા જૂજ ડેમ 92 ટકા ભરાયો છે અને કેલીયા ડેમમાં 96 ટકા સ્ટોરેજ થતા ડેમ છલકાવાની શક્યતા વર્તાઇ રહી છે.

જૂજ ડેમ 92 ટકા ભરાતા ડેમના નિચાણવાળા વાંસદા તથા ચીખલી, ગણદેવી તાલુકાના નદી પટના વિસ્તારના જૂજ, ખડકીયા, નવાનગર, વાંસિયા તળાવ, વાંસદા, રાણી ફળિયા, નાની વાલઝર, મોટી વાલઝર, સિંગાડ, રૂપવેલ, ચાપલધરા, રાજપુર, પ્રતાપનગર, અને ચીખલી તાલુકાના દોણજા, હરણગામ, ચીખલી, ખુંધ, વંકાલ (વ.ફળિયા), ઘેકટી તથા ગણદેવી તાલુકાના ઉંડાચ લુહાર ફળિયા, વાણિયા ફળિયા, ગોયંદી, ખાપરવાડા અને દેસરા મળી 25 ગામને હાઈએલર્ટ કરાયા છે. આવા તમામ ગામોના લોકોને ડેમની હેઠવાસના નદીના પટમાં અવરજવર નહીં કરવા તંત્રે તાકીદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...