આપઘાત:વાંસદામાં ચોરવણી ડુંગર પર નિરપણની તરૂણીએ ફાંસો ખાઇ જીવન ટુકાવ્યું

વાંસદા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 26મી ડિસેમ્બરથી તરૂણી ગાયબ હતી
  • મૃતકના પરિવારે કપડાથી ઓળખ કરી

વાંસદા તાલુકાના નિરપણ ગામની 16 વર્ષીય તરૂણી ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી જતા ઘરવાળાઓ મોબાઈલપર સંપર્ક કરતા ફોન રિસિવ કર્યો હતો. આખરે અઠવાડિયા બાદ ચોરવણી ગામના જંગલ વિસ્તારમાં આવેલા ડુંગર ઉપરથી ફાંસો ખાધેલી હાલતમાં તરૂણી મળી આવતા ચકચાર મચી ગઈ હતી.

વાંસદા તાલુકાના નિરપણ ગામના ઉપલા ફળિયામાં રહેતા બેડુભાઈ રામજીભાઈ પવારની દીકરી રંગીલાબેન બેડુભાઈ પવાર (ઉ.વ. 16) 26મી ડિસેમ્બરે સાંજે 5 કલાકે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી. બાદમાં તેનો મોબાઈલ ઉપર સંપર્ક કરતા તેણી ફોન રિસિવ કરતી ન હતી. 26મી ડિસેમ્બરથી 4 જાન્યુઆરીના સમયગાળા દરમિયાન તેણીએ ચોરવણી ગામના જંગલમાં ડુંગર ઉપર કોઈ અગમ્ય કારણસર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. મૃતકના ઘરવાળાઓએ પહેરેલા કપડાં ઉપરથી તેને ઓળખી કાઢી હતી. આ વાતની ખબર પડતાં ગામમાં ચકચાર મચી ગઈ હતી. મૃતકના પિતા બેડુભાઈ પવારે વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વાંસદા પીએસઆઇ વિરેન્દ્રસિંહ વાઘેલાએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...