તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદની જોવાતી રાહ:વાંસદાના જૂજ ડેમમાં હવે જૂજ પાણી

વાંસદા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતા ડેમમાંથી વરસાદ નહીં પડે તો ખેડૂતોને એક જ રોટેશન પાણી આપી શકાય
  • વરસાદ ખેંચાતા હાલમાં 4.99 એમસીએમ પાણી સ્ટોર છે, જેમાંથી લાઈવ 3.92 એમસીએમ પાણી ખેતી માટે વાપરી શકાય એમ છે

વાંસદા તાલુકાના ખેડૂતોના જીવાદોરી સમાન જૂજ ડેમ વર્ષ-1988મા બનેલો છે. આ ડેમમાં 167.50 મીટર 28.65 એમ.સી.એમ. પાણીના સંગ્રહ બાદ ઓવરફલો થાય છે. ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા પિયત મંડળીઓ દ્વારા પિયત માટે પાણીની માંગ કરતા વહીવટીતંત્ર દ્વારા વરસાદ હજુ ખેંચાય તો એક રોટેશન ખેતી માટે પાણી આપી શકાય એટલો પાણીનો સંગ્રહ છે.

વાંસદાના ખેડૂતોના જીવાદોરી સમાન જૂજ ગામે જૂજ ડેમ વર્ષ 1988માં બનાવવામાં આવેલો છે. જેની 895 મીટર લંબાઈ છે, પાકો ડેમ 97 મીટર છે. આ ડેમમાં 167.50 મીટર 28.65 એમ.સી.એમ. પાણીની કેપેસિટી ભરાયા બાદ ઓવરફ્લો થાય છે. અંદાજિત 16 જેટલા ગામમાં પીવાના પાણી માટે પુરવઠા વિભાગ દ્વારા પાણી સપ્લાય કરાય છે અને 19 ગામમાં ખેતી માટે પિયત મંડળીઓ દ્વારા પિયત માટે સપ્લાય કરાય છે.

હાલમાં વરસાદ ખેંચાતા ગ્રોસ લેવલ 4.99 એમ.સી.એમ. પાણી સ્ટોર છે, જેમાંથી વરસાદ ખેંચાય તો એક રોટેશન માટે 3.92 એમ.સી.એમ.પાણી વાપરી શકાય એમ છે. ગત વર્ષે પણ વરસાદ ખેંચાતા જુલાઈ માસમાં ખેડૂતોને ડાંગરની ખેતી માટે પાણી અપાયું હતું અને હાલમાં પણ જરૂરત પડશે તો એક રોટેશન પિયત માટે પાણી અપાય એટલું સંગ્રહિત છે .

ડેમમાંથી વાંસદા તાલુકાના આ ગામોને અપાતું પાણી
જૂજ ડેમમાંથી ખેતી માટે પાણી કેનાલ દ્વારા અપાતા ગામો જૂજ, ખડકીયા, મનપુર, ધાકમાળ, મહુવાસ, ગોદાબારી, ધરમપુરી, ચારણવાડા, કુરેલીયા, નાની ભમતી, હોલીપાડા, ભીનાર, કેળકચ્છ, કેવડી, આંબાપાણી, મોટીભમતી જેવા ગામોમાં કેનાલથી પાણી આપી શકાય છે.

વરસાદ ખેંચાય તો ખેડૂતોને પાણી આપવામાં આવશે
જૂજ ડેમમાંથી ગત વર્ષે પણ વરસાદ ખેંચાતા પિયત મંડળીઓ સાથે મિટિંગ કરી ખેડૂતોને પાણી આપવામાં આવ્યું હતું. આ વર્ષે પણ વરસાદ ખેંચાય તો પાણી આપવામાં આવશે. > આર.આર.ગાંવિત, નાયબ કાર્યપાલક, જૂજ વિભાગ

અન્ય સમાચારો પણ છે...