તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવચેતી:ત્રીજી લહેરમાં બાળકોને સલામત રાખવા તંત્ર નક્કર આયોજન કરે

વાંસદા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાંસદા તાલુકાના સામાજિક આગેવાનોએે કરેલી માગ

દેશની ભાવિ પેઢીને કોરોના સંક્રમણ બચાવવા માટે સાવચેતી સૌથી જરૂરી અને કારગર દવા છે. જે કોરોનાથી આખી દુનિયા પરેશાન છે તેનાથી બાળકોને બચાવવા માટે તંત્ર દ્રારા ખાસ આગોતરૂ આયોજન કરવું જરૂરી છે. માણસનો સૌથી મોટો દુશ્મન બની બેઠેલા આ અદ્રશ્ય શત્રુથી આખી દુનિયા ત્રાહિમામ પોકારી ઉઠયો છે. વાંસદા તાલુકામાં બાળકોમાં પહેલી લહેર કરતાં કરોનાની બીજી લહેરમાં બાળકો કોરોના સંક્રમિત કેસોમાં વધારો નોંધાવવામાં આવ્યો છે અને બાળકોમાં પ્રસરી રહેલા આ રોગને લઈને સ્થિતિ ચિંતાજનક બની છે. તાજેતરમાં સરકાર તરફથી બહાર પાડવામાં આવતા કોરોના સંક્રમિતના આંકડાની ચોંકાવનારી વાત સામે આવી છે.

જેમાં બાળકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. જેથી ત્રીજી લહેરથી વહિવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરી વાંસદામાં ચાઈલ્ડ કોવિડ કેર સેન્ટર તૈયાર કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત બાળકોમાં સંક્રમણ ફેલાતું અટકાવવા માટે નવસારી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવે અને તાલુકામાં એક બાળરોગ નિષ્ણાત તબીબને કામગીરી સોંપવામાં આવે તથા ખાનગી ચાઈલ્ડ હોસ્પિટલ સાથે કરાર કરી બાળ દર્દીઓને દાખલ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવે, બાળકોના કોન્ટેક્ટ ટ્રેસિગ માટે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની ખાસ ટીમો બનાવવામાં આવે અને બાળકોની આરોગ્ય તપાસણી ઝુંબેશ કાર્યક્રમ શરૂ કરવામાં આવે તેમજ બાળકો માટેની દવાઓનો પુરતો સ્ટોક કરવામાં આવે જેથી તાલુકાના ખાનગી મેડિકલની મોંઘી દાટ દવા ઓની ખરીદી કરવામાં છૂટકારો મળે તેવી માંગ વાંસદા તાલુકાના સામાજિક આગેવાન મહેશભાઈ ભોયે, શૈલેશભાઈ પટેલ, આસીફ બાવજીર દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...