ભ્રષ્ટાચાર:ખંભાલિયા-ઉનાઇ રસ્તાની કામગીરીમાં વેઠ, બીલ મંજૂર ન કરવા તાકીદ કરાઇ

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખંભાલિયાથી ઉનાઇ ગામને જોડતો બનાવવામાં આવેલો રસ્તાે. - Divya Bhaskar
ખંભાલિયાથી ઉનાઇ ગામને જોડતો બનાવવામાં આવેલો રસ્તાે.
  • ટીડીઓને ગ્રામવાસીઓએ લેખિત રજૂઆત કરી

ખંભાલિયા-ઉનાઇને જોડતા રસ્તામાં વેઠ ઉતારતા સ્થાનિકોએ ટીડીઓને લેખિત રજૂઆત કરી કોન્ટ્રાક્ટરનું બીલ મંજુર ન કરવા તાકીદ કરી છે.

વાંસદા તાલુકાના ખંભાલિયા-ઉનાઈ ગ્રામ પંચાયત દ્વારા અંદાજીત 2.50 લાખના ખર્ચે રમણભાઈના ઘરથી રસિકભાઈ બચુભાઈના ઘર સુધી ડામર રસ્તો બનાવવાનું કામ શરૂ કરાયું છે. આ રસ્તાની કામગીરીમાં માટી ઉપર સીધો ડામર નાંખતા આ રસ્તાની ગુણવત્તા જળવાય નથી. જેને લઈ આ રસ્તાની મજબૂતાઇ રહેવાની નથી.

આ રસ્તાના કામમાં હલકી કક્ષાનો મટિરિયલ વાપરવામાં આવી રહ્યું હોવાનું આ વિસ્તારના લોકો જણાવી રહ્યાં છે.આ અંગેની રજૂઆત ગ્રામ પંચાયતની ગ્રામસભામાં પણ મૌખિક કરવામાં આવી હતી. આ કામ એસ્ટીમેન્ટ પ્રમાણે કરાવીશું તેની ખાતરી આપી હતી. આ રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કરાવી કોન્ટ્રાકટરને આ રસ્તાનું બીલ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરાશે
ખંભાલિયા ગામે ગ્રામ પંચાયતના રસ્તાનું કામ ચાલુ છે. જો કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હશે તો તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. - હિમાંશુભાઈ રાઠોડ, તલાટી, ખંભાલિયા

અન્ય સમાચારો પણ છે...