તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીયાત્રા:ઉનાળાની શરૂઆતમાં જ વાંસદાના ઉમરકુઈ ગામે બરડા ફળિયામાં પાણીનો કકળાટ શરૂ, કોંગ્રેસની પાણીયાત્રા

વાંસદા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટાંકી હોવા છતા સ્થાનિકોએ માથે બેડા લઇ 1 કિ.મી. સુધી પાણી લેવા જવુ પડે છે

વાંસદા કોંગ્રેસ સમિતિએ ઉનાળો શરૂ થતાની સાથે પાણીયાત્રાની શરૂઆત કરી હતી. જે અંતર્ગત ઉમરકુઈ ગામે બરડા ફળિયામાં આયોજન કરાયું હતું.

વાંસદા તાલુકાના ઘણાં એવા ગામો છે ત્યાં હોળી આવતાની સાથે પાણીનો કકળાટ શરૂ થઈ જાય છે જેમાં વધારે બોર્ડર વિલેજના ગામો ના લોકો ઉનાળા માં પાણી માટે હાલાકી ભોગવે છે. વાંસદા તાલુકાના ઘણા ગ્રામ્ય વિસ્તારના લોકોને પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડે છે. પાણીની સમસ્યાને નિવારવા માટે વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં પીવાના પાણીની સમસ્યા વાળા વિસ્તારોમાં પાણી યાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આંદોલનના ભાગરૂપે ઉમરકુઈ ગામે બરડા ફળિયામાં ‘પાણી યાત્રા’ કાઢવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમરકુઈના બહેનોએ યાત્રામાં ભાગ લીધો હતો. આ બરડા ફળિયામાં પાણીની ટાંકી હયાત હોવા છતાં પણ પાણી લેવા માટે 1 કિ.મી.થી વધુ અંતરે માથે બેડા લઈને જવું પડે છે.

પાણીની ટાંકી હયાત હોવા છતાં પણ બોરિંગમાં પાણી ન હોવાના કારણે પશુઓ માટે પીવાના પાણીના અભાવે હોળી પછીની સિઝનમાં પાણી માટે ફાંફા મારવા પડી રહ્યા છે. સરકારની નલ સે જલની યોજના હોવા છતાં પણ વાંસદાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી માટે મહિલાઓએ ફાંફા મારવા પડી રહ્યા છે. આ પાણી યાત્રામાં વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરભુભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય ચંપાબેન, તાલુકા પંચાયત સદસ્ય હસમુખભાઈ, મગનભાઈ, મનિષભાઈ, રૂમશીભાઈ, રમતુભાઈ હાજર રહ્યા હતા.

જળસંકટની સમસ્યાને ઉજાગર કરી કાયમી નિરાકરણ લાવવા યાત્રા કઢાઈ
વાંસદા તાલુકાના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા છે, આ જળ સંકટની સમસ્યાને ઉજાગર કરવા તેમજ નિવારવા પાણી યાત્રા કાઢવામાં આવી રહી છે. જો પાણીયાત્રા પછી પણ તંત્ર જાગશે નહીં તો પાણી પુરવઠાની કચેરીનો ઘેરાવો કરીશું. > અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા-ચીખલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો