ગ્રામજનોમાં ભયનો માહોલ:ઉનાઇ પંથકના સિણધઇમાં દિવસે અને રાત્રે દીપડો લટાર મારતો દેખાતા ભયનો માહોલ

વાંસદા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
સિણધઈ પંથકમાં મધરાત્રે શિકારની શોધમાં લટાર મારતો દીપડો. - Divya Bhaskar
સિણધઈ પંથકમાં મધરાત્રે શિકારની શોધમાં લટાર મારતો દીપડો.
  • શિકારની શોધમાં આવી ચઢેલ દીપડો કેમેરામાં કેદ થયો, જો કે દીપડો હજુ સુધી કોઇને હાની પહોંચાડી નથી

વાંસદા તાલુકાના ઉનાઈ પંથકના સિણધઈ ગામના રાજમલા ફળિયામાં દીપડા રાત્રે લટાર મારતા નજરે પડતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. રાત્રે અને દિવસે દીપડાના ખેતરો તેમજ રસ્તા પર આંટાફેરા મારવાને કારણે લોકો ખેતરોમાં જતા ડરી રહ્યાં છે. ગ્રામજનોએ દીપડી ગર્ભવતી હોવાનું જણાવ્યું છે.

રાત્રે અને દિવસે પણ દીપડી બિન્દાસ્ત આંટાફેરા મારી રહી હોય તેમજ ત્યાં આવેલા શેરડીના ખેતરમાં રહેતી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. જેથી ગ્રામજનોએ દીપડાને પકડવા વાંસદા વનવિભાગને જાણ કરી હતી. વાંસદા વનવિભાગ દ્વારા ખેતરની બાજુમાં પાંજરું ગોઠવ્યું હતું. સિણધઈ ગામની સીમમાં મોડી રાત્રે દીપડો શિકારની શોધમાં નજરે ચડ્યો હતો.

રોડની બાજુમાં આવેલ મકાન પાસે રાત્રિ દરમિયાન શિકારની શોધમાં આવેલા દીપડાને કારચાલકે પોતાના મોબાઈલમાં વિડીયો બનાવ્યો હતો. ઉલેખનિય છેકે જંગલમાં ખોરાક મળતો નહીં હોવાને કારણે દીપડાઓ જંગલમાંથી માનવવસતી તરફ આવી રહ્યા છે. હાલમાં સિણધઈ ગામે દીપડા દ્વારા માનવીને કોઇપણ પ્રકારનું નુકસાન પહોંચાડાયું નથી.

વન વિભાગ દ્વારા દીપડાને લઈ કોઈ ઠોસ પગલાં લેવાયા નથી
દક્ષિણ ગુજરાતમાં વાંસદા તાલુકામાં મોટાભાગે રાત્રિ તેમજ દિવસ દરમિયાન ખેતરડીમાં દીપડાઓ સૂચક હાજરી જોવા મળી રહી છે. વાંસદા તાલુકામાં રાત્રિ દરમિયાન અનેક ખેતમજૂરો દ્વારા દીપડાની હાજરી હોવાનું જણાવ્યું હતું. જોકે વનવિભાગ દ્વારા દીપડાને લઈ કોઈ ઠોસ પગલાં લેવામાં આવી રહ્યા નથી.

રાત્રિ દરમિયાન ખેતરે જવાનો ભય સતાવે છે
ખેતરમાં રોપણી ચાલુ હોવાથી સતત અવરજવર કરવી પડતી હોય છે પરંતુ દીપડાના આંટાફેરાને કારણે ભયના માહોલ ફેલાયો છે. જોકે દીપડાએ હજુસુધી કોઈ પશુનું મારણ કે કોઈ વ્યક્તિ પર હુમલો કર્યો નથી. કોઈ ગામમાં કોઈને પણ નુકસાન પોહચાડ્યું નથી પરંતુ રાત્રિ દરમિયાન ખેતરે જવાનો ભય સતાવે છે. - અફઝલ માંકડા, સ્થાનિક ખેડૂત

દીપડી ગર્ભવતી હોવાનું માલુમ પડી રહ્યું છે
દીપડીને ઘણીવાર આંટાફેરા મારતી જોઈ છે. દીપડી ગર્ભવતી હોવાનું માલુમ પડી રહ્યું છે. શેરડીના ખેતરમાં દીપડીની હાજરીને કારણે લોકો ખેતરમાં ચાર કાપવા જવા માટે સતત ડરી રહ્યાં છે. જો ખરેખર ગર્ભવતી હોય તો હુમલો કરવાના ડરથી લોકો ખેતરોમાં જવાનું ટાળી રહ્યાં છે. રાત્રિ દરમિયાન પાલતુ પશુઓનો શિકાર થવાનો પણ ભય સતાવી રહ્યો છે. - બશીર શેખ, સ્થાનિક પશુપાલક

અન્ય સમાચારો પણ છે...