તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠકનું આયોજન:કોરોના કાળમાં ભાજપની સરકાર લોકોને સુવિધા આપી શકી નથી

વાંસદા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાંસદા તાલુકા કોંગ્રેસ કારોબારીની લીમઝરમાં બેઠક

વાંસદા તાલુકામાં કોંગ્રેસ સમિતિની કારોબારીની મિટિંગ લીમઝરમાં યોજવામાં આવી હતી. જેમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા કારોબારી મંત્રી અને વાંસદા તાલુકા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ પટેલ, માજી તાલુકા પંચાયત પ્રમુખ ફતેસિંહભાઈ, કારોબારી સદસ્ય છનાભાઇ પાંડવી, માજી સરપંચ ઇશ્વરભાઇ તેમજ અન્ય આગેવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ કારોબારી સમિતિની બેઠકમાં તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા તરીકે સર્વસંમતિથી હસમુખભાઈ પટેલનું નામ પસંદ કરવામાં આવ્યું હતું.

આ કારોબારી સમિતિને સંબોધતા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સિદ્ધાર્થભાઈએ જણાવ્યું હતું કે, કોરોનાના કપરા કાળમાં ઘણું ભોગવ્યાં બાદ આપણે સૌ પાછા જનસંપર્કમાં મંડી પડવું પડશે, ઘરે ઘરે જઈને લોકોને મળવું પડશે આ મિટિંગમાં ઉપસ્થિત વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે કોરોના કાળમાં ભાજપની સરકાર લોકોને સુવિધા આપી શકી નથી. હોસ્પિટલોમાં સ્ટાફ, ઇન્જેક્શન, દવા, વેન્ટિલેટર, ઓક્સિજન જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી આપી શકતી નથી.

સમાજ સેવા સંસ્થાના કારણે આપણે સૌ બચી શક્યાં છીએ. આ સરકારે મૃતકોના આંકડા પણ છુપાવ્યાં છે. વિરોધ પક્ષના નેતા ચંદુભાઈ જાદવે જણાવ્યું હતું કે ખરાબ પરિસ્થિતિમાં પણ પાર્ટીની જોડે રહી તમામ જવાબદારી સ્વીકારવાની સાથે લોકસેવા કરવા તત્પર રહીશું. આ મિટિંગમાં લીમઝર સીએચસીના ડોક્ટરોને ધારાસભ્ય અનંત પટેલ દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યાં હતા. આ મિટિંગમાં પ્રમુખ સહિત અગ્રણીઓ હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...