રેસ્ક્યુ:ખાંભલા ગામે વાછરડીનું મારણ કરનાર દીપડો અંતે પાંજરે પુરાયો

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાંસદા પૂર્વ વન વિભાગના ખાંભલા બીટના ખાંભલા ગામે એક ખેડૂતના ઘર પાસે વાંછરડી બાંધી હતી. રાત્રિના સમયે દીપડાએ વાછરડી પર હુમલો કરી મારણ કરતા ખેડૂતે વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસરને જાણ કરી હતી. વન વિભાગે એજ વિસ્તારમાં પાંજરુ ગોઠવતા રાત્રિના સમયે દીપડો પાંજરે પુરાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વાંસદા પૂર્વ વન વિભાગના ખાંભલા બીટના ખાંભલા ગામે રહેતા જયંતિભાઈ પોસલ્યાભાઈ પટેલના ઘરે 14મી સપ્ટેમ્બરે વહેલી સવારે અંદાજિત 5 કલાકે ઘરના કોઢારમાં બાંધેલ વાછરડી પર હુમલો કરી મારણ કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો. જયંતિભાઈએ વાંસદા પૂર્વ વન વિભાગના રેંજ ફોરેસ્ટ ઓફિસર સી.આર.પટેલને જાણ કરતા તેમણે વનકર્મીઓ સાથે સ્થળ નિરીક્ષણ કરી બનાવવાળી જગ્યાએ પાંજરુ ગોઠવ્યું હતું. 14મીએ રાત્રિના 10.30 કલાકે નર જાતિનો અંદાજિત 4થી 5 વર્ષનો દીપડો પાંજરે પુરાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વાંસદા વિસ્તારમાં અવારનવાર દીપડાઓ ખોરાકની શોધમાં માનવ વસાહતમાં આવી પહોંચે છે ત્યારે ઘણીવાર પાલતુ પશુઓનો શિકાર પણ કરતા હોય છે. પકડાયેલા દીપડાને નૈસર્ગિંક વાતાવરણમાં ગાઢ જંગલ વિસ્તારમાં વાંસદા મદદનીશ વન સંરક્ષક એમ.આર.રાઠવા, વલસાડ ઉત્તરના નાયબ વન સંરક્ષક વાય.એસ.ઝાલાના માર્ગદર્શન હેઠળ વાંસદા રેંજ ફોરેસ્ટ ઓફિસર સી.આર.પટેલે મુક્ત કરવાની કામગીરી હાથ ધરી હતી

જંગલ વિસ્તારમાં મુક્ત કરાશે
વાંસદા પૂર્વ રેન્જના ખાંભલા ગામે દીપડાએ વાછરડી પર હુમલો કર્યાની જાણ થતાં સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બનાવવાળી જગ્યાએ પાંજરુ ગોઠવ્યું હતું. જેમાં 4થી 5 વર્ષનો દીપડો પુરાયો હતો. જેને ઉચ્ચાધિકારીઓની સૂચના મુજબ જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. > સી.આર.પટેલ, પૂર્વ રેંજ ફોરેસ્ટ ઓફિસર, વાંસદા

અન્ય સમાચારો પણ છે...