તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વાંગણ ગામમાંથી ગેરકાયદે ગૌવંશ ભરી જતો ટેમ્પો ઝડપાયો

વાંસદા23 દિવસ પહેલા
 • કૉપી લિંક

વાંસદા તાલુકાના વાંગણ ગામે ગૌરક્ષક અને પોલીસે ગેરકાયદે બે ગાય લઈ જતો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. ટેમ્પોમાં સવાર બે શખસ સામે ગુનો નોંધ્યો હતો.પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાંસદાના જૂજ ગામેથી ગાયો ભરી છોટા હાથી ટેમ્પો વાંગણથી પસાર થવાનો હોવાની જાણ ગૌરક્ષક મહેન્દ્ર રાજપુરોહિતે વાંસદાના એએસઆઈ મોહનભાઈ ભેરૂને કરી હતી. તેઓ વાંગણ ગામે પહોંચી વોચ રાખી હતી. એ દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા તેને ઉભો રાખી તપાસ કરી હતી.

પોલીસને ટેમ્પોમાંથી બે ગાય મળી આવી હતી, જેનું કોઈપણ સત્તા અધિકારીનું પ્રમાણપત્ર વગરે ટૂંકા દોરડાથી હલનચલન કરી ન શકે તે રીતે બાંધી હતી. ટેમ્પોમાં પાણી કે ઘાસચારાની સુવિધા વગર પશુ ક્રૂરતાપૂર્વક હેરાફેરી કરી રહ્યા હતા. પોલીસે ચાલક મહેશ ઈશ્વરભાઈ ચવધરી (ઉ.વ. 29, રહે. આંબાપાણી) અને ગંગારામ બાપુ ગાંગોડે (રહે. ગોપાળનગર,(બોરીપાડા), મહારાષ્ટ્ર) વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે ગાયની કિંમત રૂ. 10 હજાર, ટેમ્પો કિંમત રૂ. 1 લાખ અને મોબાઈલ મળી કુલ રૂ. 1.19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો