તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:ભરણપોષણ કેસમાં પતિને 257 દિવસની કેદની સજા

વાંસદા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 70500 રૂપિયા ભરવાના બાકી હતા

વાંસદાની કોર્ટમાં ચાલતા ભરણપોષણના કેસમાં ચઢેલ ખોરાકીની રકમ નહીં ભરતા આધેડ પતિને 257 દિનની સાદી કેદનો કોર્ટે હુકમ કર્યો હતો.

વાંસદા તાલુકાના વાંદરવેલા ગામે રહેતા ભરતભાઇ છગનભાઇ પટેલ (ઉ.વ. 54)એ પોતાની પત્ની વિનુબેન ભરતભાઇ પટેલને 36 માસની રૂ. 54 હજાર તથા 19મી માર્ચ 2019થી 10મી ફેબ્રુઆરી 2020 સુધીના 11 માસની રૂ. 16500 મળી કુલ રૂ. 70500 ખોરાકી પેટે ભરપાઇ કરવાના થતા હતા. તેઓ આ રકમ ભરપાઇ નહીં કરી શકતા અને કોર્ટ તે બાબતે રિકવરી વોરંટ કાઢી કોર્ટમાં હાજર કરાયા હતા. તેમને ભરણપોષણની રકમ ભરપાઇ કરવા જણાવતા તેઓ આ રકમ હાલ ભરપાઇ કરી શકે તેમ નહીં હોવાનું કોર્ટમાં જણાવ્યું હતું.

વાંસદાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ એ.જી.માલાણીએ ભરતભાઈને તકસીરવાર ઠરાવી 257 દિનની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. તેમને જયુડિશિયલ કસ્ટડીમાં લઇ વાંસદા જેલમાં સજા ભોગવવા મોકલી આપવામાં આવ્યો હતો. વાંસદા કોર્ટે આપેલો આ ચૂકાદો ભરણપોષણ કેસમાં ખાધાખોરાકી નહીં ચૂકવનારાઓ માટે દાખલારૂપ બની રહેવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...