ગૌરવ:હિરેન પંડ્યાને ઈન્ડો-અમેરિકન એસ્ટ્રોલોજીકલ એવોર્ડ એનાયત

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીમાં 17મી ઓક્ટોબરે આયોજિત ઈન્ટરનેશનલ એસ્ટ્રોલોજી ફેડરેશન ઈન દ્વારા આયોજિત વૈદિક એસ્ટ્રોલોજીકલ કોન ક્લેપ-2021 યુએસએ એસ્ટ્રોલોજીકલ ફેલોશીપમાં વિશ્વભરના દેશોથી લગભગ 300 જેટલા જ્યોતિષીઓ ભેગા થયા હતા.

જેમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કંડોલપાડા ગામના જ્યોતિષી હિરેનકુમાર રજનીકાંત પંડ્યાને ઈન્ડો-અમેરિકન એસ્ટ્રોલોજીકલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેને લઇને વાંસદા પંથકમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. મોટી જ્યોતિષ સભામાં નાની વયે દિલ્હીમાં સન્માન એવોર્ડ મેળવાનાર હિરેનકુમાર પંડ્યાને લોકોએ શુભકામના પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...