ગૌરવ:હનુમાનબારીની હેલી રાજ્યની પ્રથમ મહિલા મરીન એન્જિનિયર બની

વાંસદા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લાના આદિવાસી વિસ્તાર ધરાવતા વાંસદા તાલુકાના હનુમાનબારી ગામમાં રહેતી હેલી સોલંકીએ 4 વર્ષ સુધી ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ગુજરાતની પ્રથમ મહિલા મરીન એન્જિનિયર બનતા ગુજરાત અને માતા પિતા તથા સમાજનું નામ રોશન કર્યું છે.

નવસારી જિલ્લાના આદિવાસી વિસ્તાર ધરાવતા વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે રહેતી હેલી ડી. સોલંકીએ વાંસદામાં અભ્યાસ કર્યા બાદ છેલ્લા 4 વર્ષથી ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. હેલી સોલંકીએ ગુજરાતની પ્રથમ મહિલા મરીન એન્જિનિયર બનતા ગુજરાત અને માતા-પિતા તથા સમાજનું ગૌરવ વધાર્યું હતું. હેલી સોલંકી ગુરૂવારે પ્રથમ ઘરે પહોંચતા માતા-પિતાએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

માતાપિતાનો સહયોગ મળ્યો
માતા-પિતાના સહયોગ અને પ્રોત્સાહનને લઈ આજે નેવી એન્જિનિયર બની છે, ફોર્થ પરીક્ષા લેવાશે અને ક્લાસ-2 થઈ ચીફ એન્જિનિયર બનીશ. > હેલી ડી.સોલંકી, હનુમાનબારી

અન્ય સમાચારો પણ છે...