રજૂઆત:વાંસદા ગ્રામ પંચાયતમાં ગ્રામસભા મળી, 5 વર્ષના લેખાજોખા રજૂ કરાયા

વાંસદા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સભામાં પાણી અને મચ્છરજન્ય રોગ અટકાવવા મુદ્દે ચર્ચા કરવામાં આવી

વાંસદા ગ્રામ પંચાયતમાં ગ્રામસભા યોજાઈ હતી. જેમાં વિવિધ વિકાસ કામોની રૂપરેખા રજૂ કરી 5 વર્ષના શાસનની સફળતાની ઝાંખી કરાવી હતી. નગરજનોમાં જોરશોરથી ચર્ચાઓ કે 5 વર્ષના સફળ આયોજન માત્ર કાગળોમાં સિમીત રહ્યાં છે. વાંસદા ગ્રામ પંચાયત ટાઉન હોલમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ના.કા.ઇ. એન.એમ.પટેલ, વિસ્તરણ અધિકારી એન.એલ.પટેલ, તલાટી કમ મંત્રી ઉર્વેશભાઈ પરમાર, સરપંચ હિનાબેન પટેલ, ડે. સરપંચ ધર્મેન્દ્રસિંહ સોલંકી સહિત પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને ગણ્યાંગાઠ્યાં લોકો હાજર રહ્યા હતા.

જો 5 વર્ષમાં લોકોના વિકાસના કામ કર્યા હોત તો આજે ગ્રામસભામાં લોકોએ લાખો રૂપિયાના વિકાસ કામો માટે લેખિતમાં માંગ કરવી પડી ન હોત. હસમુખભાઈ શર્માએ 15મા નાણાપંચમાંથી વડબારી ફળિયામાં જ નરેશભાઇ ચવધરીના ઘરથી ધનસુખભાઈ પટેલના ઘર સુધી બ્લોકનો રસ્તો 150 મીટર અંદાજિત રકમ 2 લાખ, તળાવ ફળિયા શંકરભાઈ ગુલાબભાઈ પટેલના ઘરથી રણજીતભાઈ જતરભાઈ પટેલના ઘર સુધી બ્લોકનો રસ્તો 150 મીટર અંદાજિત 2 લાખ, વડબારી ભગુભાઈ હીરાકલાભાઈ પટેલના ઘરથી રમણભાઈ રડકાભાઈ બિરારીના ઘર સુધી બ્લોકનો રસ્તો 150 મીટર અંદાજિત 2 લાખ, વડબારી બાયજુભાઈ દલુભાઈ પવારના ઘરથી ગુલાબભાઈ લાછીયાભાઈ ચવધરીના ઘર સુધી 150 મીટરનો રસ્તો અંદાજિત 2 લાખ, વડબારી મેઈન રસ્તાથી ભરતભાઇ ખલપુભાઈના ઘર સુધી બ્લોક રસ્તો 200 મીટર અંદાજિત 3 લાખ, વડબારી મેઇન રસ્તાથી વડબારી સ્કૂલમાં બ્લોક રસ્તો 200 મીટર અંદાજિત 2 લાખ મળી કુલ 19 કામની અંદાજિત 85 લાખના વિકાસના કામો 15મા નાણાપંચમાં કામગીરી કરવા માટે આવેદન લેખિતમાં તલાટીને સુપરત કર્યું હતું.

એ જ રીતે વિનોદભાઇ પટેલે પણ વડલી ફળિયા વિસ્તારમાં વિવિધ વિકાસકામો 15માં નાણાંપચમાં લેવાની રજૂઆત કરી તલાટીને લેખિતમાં ફરિયાદ સુપરત કરી હતી. 100 ટકા રસીકરણ પૂર્ણ કરવાની ચર્ચા કરવામાં આવી હતી. વતન પ્રેમ યોજનાની જાણકારી તથા 15માં નાણાંપંચના કામો માટે ચર્ચા અને અભિપ્રાય લેવાયા હતા. સ્વચ્છતાલક્ષી જાગૃતિ અને પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગ અટકાવવા જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...