દેખાવો:સરકાર આદિવાસી સમાજને લોલીપોપ આપી રહી છે, આંદોલનો ચાલુ જ રહેશે : ધારાસભ્ય અનંત પટેલ

વાંસદા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિધાનસભાના દાદર પર ધારાસભ્યો દ્વારા આક્રમક દેખાવો કરવામાં આવ્યા - Divya Bhaskar
વિધાનસભાના દાદર પર ધારાસભ્યો દ્વારા આક્રમક દેખાવો કરવામાં આવ્યા
  • વિધાનસભાની બહાર કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે સૂત્રોચ્ચાર સાથે આક્રમક દેખાવ કર્યો

તાપી-પાર- નર્મદા રિવર લીંક પ્રોજેક્ટ મુદ્દે ધરમપુરની રેલીમાં આદિવાસી સમાજનો આક્રોશ ભાપીને સરકારના આગેવાનો દ્વારા આ પ્રોજેકટ મોકૂફ કરી દીધાની વાત કરવામાં આવી હતી ત્યારે વાંસદા-ચીખલીના ધારાસભ્ય દ્વારા આ સરકારે લોલીપોપ આપી હોવાની વાત કરી છે. સરકાર દ્વારા આ આદિવાસી આંદોલન અટકાવવા માટે જાહેરાત કરી છે.

જ્યારે પાર-તાપી-નર્મદા રિવર લીંક પ્રોજેકટ એ કેન્દ્ર સરકારની યોજના છે ત્યારે એની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તો એને રદ કરવા માટે શ્વેતપત્ર બહાર પાડવામાં આવે. નવા 7 ડેમ બની રહ્યા છે એમાં 50 હજાર જેટલા પરિવારો વિસ્થાપિત થાય એવી શક્યતા રહેલી છે.

આ ઉપરાંત વનપર્યાવરણને મોટું નુકસાન થઈ શકે છે. આદિ આદિવાસી લોકો જળ, જંગલ અને જમીનના સહારે જીવનારા સીધા અને સાદા લોકો છે, જેમને પોતાને જરૂરિયાતનું પાણી મળી રહેતું નથી. એમને વિસ્થાપિત કરી તેમને ત્યાં ડેમ બનાવી તેમને જ ઉપયોગમાં નહીં લેવા દેવામાં આવે એ કેટલી હદ સુધી યોગ્ય છે.

ગતરોજ વિધાનસભાના દાદર પર સમગ્ર આદિવાસી ધારાસભ્યો દ્વારા ‘ડેમ હટાવો, આદિવાસી બચાવો’, પાર-તાપી-નર્મદા રિવર લીંક પ્રોજેક્ટ હટાવો, આદિવાસી બચાવો’ના સૂત્રો સાથે આક્રમક દેખાવો કરવામાં આવ્યા હતા. આગામી 5મી માર્ચ શનિવારે વ્યારાના કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે. સરકાર આદિવાસી સમાજના આક્રોશ જોઈને ડરી ગઈ છે.

આ દેખાવમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા તાત્કાલિક શ્વેતપત્ર બહાર પાડવામાં આવે અને વિનાશકારી યોજનાને રદ કરવામાં આવે, જ્યાં સુધી લોકસભામાં રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે. જો આદિવાસી આંદોલનને રોકશો તો આક્રમક દેખાવો કરવામાં આવશે.

આ દેખાવમાં વિપક્ષી નેતાઓએ જણાવ્યું કે, આદિવાસી વિસ્તારનું પાણી ઉદ્યોગોને વેચવાની વાત કરતી સરકારે આદિવાસી આક્રોશ સહન કરવો પડશે. જેમાં આદિવાસી ધારાસભ્ય ચંદ્રિકા બારૈયા, યુવાજી ગામીત, કાંતિ ખરાડી, સુનિલ ગામીત, વજેસિંગ પણદા, પી.ટી. વસાવા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...