મુશ્કેલી:વાંસદા પોસ્ટ ઓફિસમાં રેવન્યુ ટિકિટ નહીં મળતા છાત્રો સહિત સરકારી કર્મીઓને હાલાકી

વાંસદા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાંસદામાં આવેલ પોસ્ટઓફિસનું મકાન જ્યાં હાલ રેવન્યુ ટિકીટનો દુકાળ છે - Divya Bhaskar
વાંસદામાં આવેલ પોસ્ટઓફિસનું મકાન જ્યાં હાલ રેવન્યુ ટિકીટનો દુકાળ છે
  • 90થી 95 ગામના લોકોએ પોસ્ટના કામને લઇ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે

વાંસદા તાલુકો 95 ટકા આદિવાસી વિસ્તાર છે. સમગ્ર તાલુકાના 90થી 95 ગામોના લોકો પોસ્ટના કામ અર્થે અહી આવતા હોય છે પરંતુ છેલ્લા ઘણાં સમયથી ટપાલ અને રેવન્યુ ટિકિટનો દુકાળ હોવાથી વિદ્યાર્થીઓ સહિત સરકારી કર્મચારીઓ હાલાકી ભોગવી રહ્યાં છે.

વાંસદામાં આવેલી મોટામાં મોટી જ્યાં 90થી 95 ગામના વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટુડન્ટ્સ સરકારી નોકરી માટે પોસ્ટ દ્વારા દસ્તાવેજ મોકલતા કવર ઉપર ટિકિટ લગાવાની હોય છે અને સરકારી કર્મચારીઓ સરકારી કામમાં રેવન્યુ ટિકિટ વાપરતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી વાંસદા પોસ્ટ ઓફિસમાં ટિકિટનો દુકાળ હોવાથી વિદ્યાર્થીઓ સહિત રેવન્યુ વિભાગના સરકારી કર્મચારીઓની હાલત કફોડી બની છે.

ટિકિટ માટે પોસ્ટ ઓફિસના ધરમધકકા ખાવા પડે છે અને ઘણા લોકોના ટિકિટના વાંકે સરકારી કામમાં વિલંબ થાય છે. વહેલી ટકે ટપાલ ટિકિટ અને રેવન્યુ ટિકિટ પોસ્ટમાં ઉપલબ્ધ કરાવે એવી પોસ્ટના ગ્રાહકોની માંગ ઉઠી છે.

શાળા-કોલેજમાં દસ્તાવેજ મોકલી શકાતા નથી
વાંસદા પોસ્ટઓફિસમાં છેલ્લા કેટલાક સમયથી ટપાલની ટિકિટ નહીં હોવાથી શાળા-કોલેજોમાં મોકલાતા દસ્તાવેજ મોકલી શકાતા નથી. વહેલી તકે પોસ્ટમાં ટિકિટ ઉપલબ્ધ કરાવે એ જરૂરી છે. >રાકેશભાઈ પટેલ, કોલેજ સ્ટુડન્ટ્સ, વાંસદા

બહારગામથી રેવન્યુ ટિકીટ મંગાવવી પડે છે
વાંસદા તાલુકાની સૌથી મોટી પોસ્ટ ઓફિસ છે પણ અહીં કેટલાક દિવસોથી રેવન્યુ ટિકિટ પણ નહીં હોવાથી અમારે બહારગામથી મંગાવી પડે છે. >રતિલાલ પટેલ, લીમઝર, વાંસદા

ટિકિટ માટે ઉચ્ચકક્ષાએ માગણી કરાઇ છે
અમે ટિકિટ માટે ઉચ્ચ કક્ષાએ માંગણી કરી છે અને તાત્કાલિક ટિકિટ ગ્રાહકોને મળી જશે. >ઉષાબેન પટેલ, પોસ્ટ માસ્ટર, વાંસદા

અન્ય સમાચારો પણ છે...