તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:‘મોંઘા કર્યા પેટ્રોલ-ડીઝલના દામ, ભાજપે આપ્યા પ્રજાને ડામ’ : કોંગ્રેસ

વાંસદા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવવધારો કરીને દરેક પરિવારની કમર તોડ્યાનો આક્ષેપ

વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ, ખાદ્યતેલના વારંવારના ભાવ વધારાના વિરોધમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલની આગેવાનીમાં વાંસદાના ટાવર પાસે વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરાયા હતા.

વાંસદા ગામે હનુમાનજી મંદિર પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા વિવિધ ઠરાવો પસાર કરી રેલી સ્વરૂપે વાંસદાના ટાવર પાસે સોશિયલ ડિસ્ટન્સિંગમાં ઉભા રહીને બેનરો બતાવીને જાહેર જનતા સાથે વિરોધ પ્રદર્શન કરી ‘સસ્તા દારૂ, મહેંગા તેલ, અબકી બાર મિટેગી સરકાર’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. વાંસદા ચીખલીના ધારાસભ્યએ જણાવ્યું હતું કે, સસ્તા પેટ્રોલ સસ્તા ડીઝલ અને સસ્તા ગેસની લોભામણી વાતો કરીને જનતાને છેતરીને ભાજપની સરકાર સત્તામાં આવી છે.

સરકાર બનાવ્યાં પછી ઉદ્યોગપતિઓ સાથે સાંઠગાંઠ રાખીને કોરોનાના સમયમાં જંગી ભાવવધારો કર્યો છે. આ સરકારની કાન-આંખ ખોલવા વિરોધ પ્રદર્શનો ચાલુ રાખીશું. આ કાર્યક્રમમાં યુવક કોંગ્રેસ પ્રમુખ રાજીત પાનવાલા, નિકુંજ, બારૂકભાઈ, વિપક્ષના નેતા ચંદુભાઈ જાદવ, તાલુકા વિપક્ષના નેતા હસમુખભાઈ, ઈલિયાસભાઈ, અનંતભાઈ, ચંપાબેન, રેખાબેન, નયનાબેન, અંજનાબેન હાજર રહ્યાં હતા.

અનાજમાં પણ મોંઘવારી વધતા ગરીબોનું બજેટ ખોરવાઈ ગયું છે
ભાજપ સરકાર ગરીબોના ઘર સોંપટ કરી નાંખ્યા છે. ગેસના ચૂલા તો ગરીબોએ કાઢીને મૂકી દીધા છે અને ચૂલા ફૂંકતા થઈ ગયા છે. ગેસ સિલિન્ડરમાં ભાવવધારો કરતા લોકો સિલિન્ડર ભરાવતા જ નથી. પેટ્રોલ-તેલ, અનાજમાં પણ મોંઘવારી વધતા ગરીબોનું બજેટ ખોરવાઈ ગયું છે. > અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા-ચીખલી

અન્ય સમાચારો પણ છે...