ટ્રાફિકજામ:નાની ભમતી પાસે નીલગીરીનું વૃક્ષ પડતાં વાહન વ્યવહાર ખોરવાયો

વાંસદા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
નાની ભમતી પાસે નીલગીરીનું તોતિંગ વૃક્ષ તૂટી પડ્યું હતું. - Divya Bhaskar
નાની ભમતી પાસે નીલગીરીનું તોતિંગ વૃક્ષ તૂટી પડ્યું હતું.
  • ગામવાસીઓએ વૃક્ષ દુર કરતા વાહન ચાલકોએ હાશ અનુભવી

વાંસદા તાલુકામાં ભારે વરસાદના પગલે નાની ભમતી ગામ નજીક મેઈન રસ્તા પર નીલગીરીનું વૃક્ષ પડતાં કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. ગામલોકોની મદદથી વૃક્ષ દૂર કરી પુન: વાહન વ્યવહાર શરૂ કરાતા વાહનચાલકો હાશ અનુભવી હતી.

વાંસદા તાલુકાના નાની ભમતી ગામ પાસે સવારે ભારે વરસાદને પગલે સવારે 7 કલાકે નીલગીરીનું મસમોટુ વૃક્ષ રોડ પર ધરાશાયી થયું હતું. દરમિયાન કોઈ વાહન આવતું નહીં હોવાથી જાનહાનિ ટળી હતી. આ માર્ગ 24 કલાક ટ્રાફિકથી ધમધમતો હોય છે.

આ ઘટના બની ત્યારે કોઈ વાહનચાલક ત્યાંથી પસાર નહીં થતા મોટો અકસ્માત બનતો અટક્યો હતો. આ મસમોટા નીલગીરીનું વૃક્ષ રોડ પર પડતા સાપુતારા જતા પ્રવાસીઓ સહિત સ્થાનિકોની કતારો લાગી હતી અને બન્ને બાજુ વાહનોની દૂર સુધી કતારો લાગી ગઈ હતી. ગામના સરપંચ અને આગેવાનોની મદદથી વૃક્ષને જેસીબીથી દૂર કરી વાહનવ્યવહાર પુનઃ પૂર્વવત કરતાં વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...