અકસ્માત સર્જાવાની દહેશત:વાપી શામળાજી નેશનલ હાઇવે પર હનુમાનબારીમાં પુલના રોડનું ધોવાણ

વાંસદા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
હનુમાનબારી નજીક પુલની િબસ્માર રેલીંગ. - Divya Bhaskar
હનુમાનબારી નજીક પુલની િબસ્માર રેલીંગ.
  • પુલની વહેલામાં વહેલી તકે મરામત કરવામાં નહીં આવે તો અકસ્માત સર્જાવાની દહેશત

વાંસદા તાલુકાના હનુમાનબારી સર્કલ ઉપરથી પસાર થતો વાપી શામળાજી નેશનલ હાઇવે નબર 56 ઉપર કટારિયા મારુતિ શો રૂમની સામે વરસાદી પાણીને લઈને પુલ ઉપર ધોવાણ થયું હતું. આ ધોવાણના કારણે વાહન ચાલક અક્સમતનો ભોગ બની શકે એમ છે. છેલ્લા ઘણા સમયથી આ ધોવાણ થયું છે પણ વહીવટી તંત્રએ મરામત કરવાની તસ્તી લીધી નથી. સ્થાનિકોની માંગ ઉઠી છે કે વહેલી તકે આ ધોવાણનું મરામત કાર્ય ક્યારે કરાશે?

વાંસદા તાલુકાના હનુમાનબારી સર્કલથી વાપી શામળાજી નેશનલ હાઇવે નંબર 56 પસાર થઇ રહ્યો છે. હનુમાનબારી ખાતે આવેલા કટારીયા મારુતિ શો રૂમની સામે પુલ ઉપર વરસાદી પાણીને લઈને ધોવાણ થયું છે. આ ધોવાણ છેલ્લા ઘણા વર્ષોથી વરસાદી પાણીને લઈને થાય છે. આ વર્ષે પણ વરસાદ પુષ્કળ પ્રમાણમાં આવતા પુલ ઉપર પાણી ભરાતા પુલ નજીકમાં સાઈડમાં માટીનું ધોવાણ થયું છે.

જે ઘણા સમય બાદ પણ વહીવટી તંત્રે રીપેરીંગ કરવાની તસ્દી લીધી નથી. આ નેશનલ હાઇવે 24 કલાક ધબકતું રહે છે. આંતરરાજ્ય માર્ગ હોવાથી વાહન વ્યવહાર રહે છે. માટીના ધોવાણને લઈન વાહન ચાલક અકસ્માતનો ભોગ બની શકે એમ છે. સ્થાનિકોની માંગ ઉઠી છે કે વહેલી તકે આ ધોવાણનું રીપેરીંગ કામ કરાવી કોઈ અકસ્માતનો ભોગ નહીં બને તે દિશામાં પૂરઝડપે કામગીરી ક્યારે કરાવશે?

વાહન ચાલકો માટે અકસ્માતને નોતરું
વાપી શામળાજી હાઇવે નંબર 56 ઉપર હનુમાનબારી સર્કલ પાસે પુલ ઉપર માટીનું ધોવાણ થયું છે. તે વાહન ચાલકો માટે અકસ્માતને નોતરું આપી રહ્યું છે.>સુનિલભાઈ પટેલ, વાહન ચાલક

વહેલી તકે કામગીરી કરવામાં આવે
હનુમાનબારી મારુતિ શો રૂમની સામે વાપી શામળાજી હાઇવેના પુલ નજીક માટીનું ધોવાણ થયું છે. જને લઈને વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની શકે એમ છે. વહેલી તકે કામગીરી કરવામાં આવે.>અંનત પટેલ, ધારાસભ્ય, વાંસદા-ચીખલી

અન્ય સમાચારો પણ છે...