દુર્ઘટના:દોલધા બસ સ્ટેશનની સામે વાહન અડફેટે બાઈકચાલક વૃદ્ધનું મોત

વાંસદા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામમાં તળાવ ફળિયામાં જતા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી

વાંસદા તાલુકાના દોલધા ગામના વૃદ્ધ ગામમાં જ રાતના સમયે બાઈક પર ગામના તળાવ ફળિયામાં રહેતી મહિલાનું અવસાન થયું હોય ત્યાં બેસવા જઇ રહ્યા હતા. દરમિયાન દોલધા બસ સ્ટેન્ડની સામે અજાણ્યા વાહનચાલકે તેમની બાઈકને અડફેટે લેતા વૃદ્ધનું ગંભીર ઇજાને પગલે ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

દોલધા ગામના મોટા ફળિયામાં રહેતા રતિલાલભાઈ છગનભાઇ પટેલ (ઉ.વ. 60) બાઈક (નં. જીજે-15-એસ-5172) પર રાત્રે 8.30 કલાકે તળાવ ફળિયામાં મહિલાનું મરણ થતા ત્યાં રાતના સમયે ફળિયાના માણસો સાથે બેસવા જતા હતા ત્યારે દોલધા બસ સ્ટેન્ડ સામે કોઇ અજાણ્યા વાહનચાલકે રતિલાલભાઈની બાઈકને અડફેટે લેતા તેઓ રોડ ઉપર પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી.

તેઓનું ગંભીર ઈજાને પગલે ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ વાતની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોચી લાશને પી.એમ. માટે વાંસદા કોટેજ હોસ્પિટલ ખસેડી હતી. મૃતકના પુત્ર સતીષ રતિલાલ પટેલે વાંસદા પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોધાવતા પોલીસે તેને પકડવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...