તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરેશાન:વાંસદા-ચીખલી રોડ પર ડિવાઇડર પાસે વરસાદી પાણીના ભરાવાથી વાહનચાલકો હેરાન પરેશાન

વાંસદા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટી વાલઝર, કંડોલપાડા, કાંટસવેલ નજીક રોડ પર પાણીનો નિકાલ થતો નથી

વાંસદા તાલુકાના વાંસદા-ચીખલી રોડ પર ડિવાઈડર નજીક વાલઝર અને કંડોલપાડા ગામ પાસે વરસાદી પાણી ભરવાના કારણે વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યાં છે. વહેલી તકે પાણીનો નિકાલ કરવા માગ ઉઠી છે.વાંસદા-ચીખલી રોડ પર તાલુકા તાલુકાના મોટી વાલઝર, કંડોલપાડા, કાંટસવેલ નજીક રોડ પર ઠેર-ઠેર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યાં છે.

ચાલુ વરસાદે વાહનમાં અકસ્માત થવાની સંભાવના રહે છે. નાના વાહનો વરસાદી પાણી ભરાવવાના કારણે ખોટકાવાના બનાવો બન્યાં છે. રાતના સમયે વરસાદી પાણીને લઈ ઘણાં વાહનચાલકો અકસ્માતના ભોગ બન્યાં હતાં. વહેલી તકે રોડ પર ડિવાઈડર પાસે વરસાદી પાણી કાઢવા માટે વહીવટીતંત્ર નક્કર આયોજન કરે એવી લોકમાગ ઉઠી છે.

વાહનોમાં નુકસાન વેઠવાનો વારો આવે છે
વરસાદના સમય રોડ પર ડિવાઇડર નજીક વરસાદી પાણીનો ભરાવો રહે છે. જેને લઈ ઘણાં વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે અને વાહનોમાં નુકસાન પણ વેઠવાનો વારો આવે છે. વહીવટીતંત્ર વહેલી તકે રોડ પર ડિવાઈડર નજીક ભરાતા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરે એવી માગ છે. > સુનિલભાઈ પટેલ, વાહનચાલક

અન્ય સમાચારો પણ છે...