તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુણકારી વૃક્ષ:વાંસદા વિસ્તારના આદિવાસી પરિવારો માટે મહુડાના બીજમાંથી નીકળતું ડોળીનું તેલ આરોગ્ય માટે શ્રેષ્ઠ

વાંસદા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદિવાસી પરિવારો માટે ખૂબ જ મહત્વનું ગણાતું મહુડાનું વૃક્ષ આરક્ષણ હેઠળ છે

વાંસદા અને ડાંગ જિલ્લામાં વરસાદ પહેલા મહુડાના બીજને વણી બીજને ફોડી તેમાંથી નીકળતો મહુડાનું તેલ આદિવાસી પરિવારો માટે આરોગ્યપ્રદ છે. જેનો ઉપયોગ રસોઈમાં અને આયુર્વેદિક તરીકે કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં લીલા વૃક્ષોનું જંગલ આવેલ છે અને તમામ પ્રકારના આરોગ્યપ્રદ વૃક્ષો આ જંગલમાં છે. તેવામાં વાંસદા તથા ડાંગના જંગલોમાં મહુડાના વૃક્ષ આદિવાસી સમાજ માટે આવક આપતો વૃક્ષ છે. એમાં દેશી દવાના ઉપયોગ લેવાય પછી એના પર લાગતા ડોળીના ફૂલ આ વિસ્તારના આદિવાસી સમાજની મહિલાઓ જંગલમાં ફરીને રાત્રીના સમય અને દિવસ દરમિયાન ફૂલોને વીણી ભેગા કરે છે.

તાપમાં સુકાયા બાદ બીજને ફોડી કાઢવામાં આવે છે ત્યાર બાદ વાંસદામાં આવેલી મિલોમાં બીજમાંથી સારી ડોળી હોય તો 10 કિલો ડોળીમાંથી અંદાજિત 5 કિલો તેલ કાઢવામાં આવે છે. આ તેલ આદિવાસી પરિવારો રસોઈ બનાવવા માટે આખુ વર્ષ વાપરે છે અને આયુર્વેદિક તેલથી માલીશ પણ કરવામાં આવે છે. હાલમાં તેલના ભાવ વધતા આદિવાસી લોકો ડોળીનું તેલ કઢાવવા માટે વધારે વળ્યાં છે. મહુડાની સાલ પણ આરોગ્ય માટે લાભદાયક છે અને એમાંથી નીકળતો ખોલ પણ વિવિધ જગ્યા પર ઉપયોગમાં લેવામાં આવે છે.

મહુડાના બીજમાંથી નીકળતા ખોલનો માછલીના ખોરાક માટે ઉપયોગ
મહુડાના બીજમાંથી નીકલતો ખોલનો માછલીના ખોરાક માટે ઉપયોગમાં લેવાય છે, ત્યારે પછી ખાતરમાં ઉપયોગ કરે છે. આ ખોલને સળગાવી ધુમાડો કર્યા બાદ સાપ કે અન્ય જીવ જાનવરને દૂર ભગાડવા માટે ઉપયોગમાં લેવાય છે.

બીજના તેલનો ખોરાકમાં ઉપયોગ, ધુમાડાથી જાનવર દૂર ભાગે છે
વાંસદા જંગલ વિસ્તારમાં મહુડાના વૃક્ષ છે. જેના બીજ ભેગા કરી મિલમાં બીજમાંથી તેલ કઢાવી ખાવામાં ઉપયોગ લઇએ છીએ. આરોગ્ય માટે ગુણકારી છે ખોલમાંથી ખાતર અને ઘરમાં ધુમાડો કરવાથી એની ગંધથી જાનવર દૂર ભાગે છે. > સુરેશભાઈ પટેલ, ખેડૂત, ખાટાઆંબા

અન્ય સમાચારો પણ છે...