તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેડની અછતનો ઇલાજ:વાંસદાના સુખાબારી ગામે તબીબે વાડીને બનાવી હોસ્પિટલ

વાંસદા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાંસદાની સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલમાં બેડની અછતનો સુખાબારી ગામના તબીબ મહેન્દ્ર દેશમુખે ઇલાજ કર્યો છે. સરકારી દવાખાના અંતરિયાળ ગામના લોકોનો વિશ્વાસ ગુમાવી ચૂક્યાં છે. એવા સમયે દર્દીઓ માટે આશાનું કિરણ બનીને આવેલા આ તબીબ અનોખી સેવા આપી રહ્યાં છે. જેમાં ગામમાં કોઈને કોરોનાના લક્ષણ જણાય, તાવ આવે કે અન્ય કોઈ સામાન્ય બીમારી હોય તો તેમને કુદરતી ઓક્સિજન મળે તેવા વાતાવરણમાં આંબાના ઝાડ નીચે સારવાર આપીને પોતાનો તબીબી ધર્મ નિભાવી રહ્યાં છે.

અહીં આવતા દર્દીઓ પણ સારવાર મેળવી સારા થઈને સંતોષ મેળવી રહ્યાં છે. સુખાબારી ગામની સાથે આજુબાજુના અન્ય ગામના આદિવાસી લોકો માટે પણ તબીબ મહેન્દ્ર દેશમુખ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યાં છે.

વાડીમાં જ દર્દીને બાટલા ચડાવી-દવા આપીએ છીએ
તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં હાલ કોરોનાની મહામારીમાં બધા બેડ ફૂલ છે, ત્યારે લોકો અમારી પાસે સારવાર લેવા આવે છે. અમે તેમને વાડીમાં જ બોટલો અને દવા આપીએ છીએ. સારવાર મળતા લોકો સારા થાય છે. જેથી બીજા પણ લોકો અહીં સારવાર લેવા આવે છે. > મહેન્દ્ર દેશમુખ, તબીબ, સુખાબારી

અન્ય સમાચારો પણ છે...