વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી:વાંસદા રાણીફળીયા વન ચેતના કેન્દ્ર ઉપર જિલ્લા કક્ષાનો વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ

વાંસદા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાંસદા રાણીફળીયા વનચેતના કેન્દ્રમાં વલસાડ ઉત્તર વનવિભાગની વાંસદા પશ્ચિમ અને પૂર્વ વનવિભાગ દ્વારા બુધવાર તારીખ 06-10-21ના રોજ જિલ્લા કક્ષાનો વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વનવિભાગના અધિકારીઓ અને મહારાજા અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.

વાંસદા તાલુકાના રાણીફળીયા વનચેતના કેન્દ્ર પર વલસાડ ઉત્તર વનવિભાગની પશ્ચિમ અને પૂર્વ વનવિભાગ દ્વારા બુધવારના રોજ સેમિનારનું આયોજન મહારાજા જયવીરેન્દ્રસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયો હતો. રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.ડી.રાઠોડએ મહેમાનોનs આવકાર પ્રવચન કરી વન્યપ્રાણીઓ વિશે માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહીર, વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ શાતુંભાઈ ગાવીત, તાલુકા પંચાયતના સભ્યો, અલગ અલગ ગામોના સરપંચો, ગામના આગેવાનો, ખેડૂતો, વન વ્યવસ્થા મંડળીના આગેવાનો, પ્રમુખો, મંત્રીઓ, વન્ય પ્રાણીઓને લગતી કામગીરી કરતી એન.જી.ઓ.સંસ્થાઓના સભ્યો કૌશલભાઈ મોદી સુરત વન વિભાગ સાથે સંકલનમાં રહી વન્ય પ્રાણી લગતી કામગીરીમાં સહયોગ આપનારે જણાવ્યું હતું કે, સદર સેમિનારમાં વન વિભાગના કર્મચારીઓને અને સ્વૈચ્છીક સંસ્થાના સભ્યોને વન્ય પ્રાણીઓ માટે સારી કામગીરી કરનારને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક વાય.એસ.ઝાલા, મદદનીશ વન સંરક્ષક વાંસદા એમ.આર.રાઠવાના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.ડી.રાઠોડ અને સી.આર.પટેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર પૂર્વ વાંસદાએ સફળ આયોજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...