મતદારોમાં ખુશીનો માહોલ:વાંસદા વિધાનસભામાં બેલેટ પેપરથી અશક્ત અને 100 વર્ષના મતદારોએ પણ મતદાન કર્યું

વાંસદા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાંસદા બેઠક પર બેલેટથી મતદાન કરતી અતિવૃદ્ધ મહિલા. - Divya Bhaskar
વાંસદા બેઠક પર બેલેટથી મતદાન કરતી અતિવૃદ્ધ મહિલા.
  • ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા અતિવૃદ્ધ મતદારોનું મતદાન કરાવવામાં આવ્યું

વાંસદા વિધાનસભા મત વિસ્તારમાં વહિવટીતંત્ર દ્વારા અશક્ત અને 99 થી 100 વર્ષના મતદારો પાસેથી બેલેટ પત્રથી ઘર સુધી પહોંચી મતદાન કરાવતા અશક્ત મતદારોમાં ખુશીનો માહોલ સાથે યુવાનોને મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી.

વાંસદા-ચી ખલી વિધાનસભા મત વિસ્તારમાં જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ ચૂંટણી અધિકારી ડી.આઇ.પટેલ અને મામલતદાર એમ.એસ.વસાવાએ લોકશાહી પ્રાણસમી વિધાનસભા ચૂંટણી 2022ના અવસરે મતદાન 100 ટકા થાય તે હેતુ દિવ્યાંગ અશક્ત મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે આજરોજ ટીમ નંબર -1 દ્વારા વાંસદા તથા અન્ય ગામોમાં મતદાન કરવામાં આવ્યું હતું.

આ પ્રંસગે ચુસ્ત બંદોબસ્ત સાથે વૃદ્ધ અને અશક્ત મતદારો જેવા કે વાંસદાના સવિતાબેન જમનાદાસ સુરતી 99 વર્ષ પણે લખીને મતદાન કર્યું હતું. જે આ ઉપરોક્ત 100 વર્ષના શાંતાબેન ભોયા ખાંભલા ઝાંપા માજી દ્વારા મતદાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...