વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત પાણી યાત્રાનો પ્રારંભ ધાકમાળ અને મનપૂર ગામેથી વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કરવામાં આવ્યો હતો.
વાંસદા તાલુકાના બોર્ડર વિલેજના ગામોમાં હોળી પછી પાણીની બૂમરાણ શરૂ થઇ જાય છે. જૂજ ડેમની નજીકમાં આવેલા ધાકમાળના નીચલા ફળિયા જે નવતાડ ગામની નજીકનો વિસ્તાર છે. જ્યાં લોકોને પાણી ભરવા માટે સ્મશાન ભૂમિ પાસે આવેલા એકમાત્ર બોર પર જાય છે. જૂજ ડેમની કેનાલમાંથી તરપીને આવેલા પાણીની કોતરમાંથી પશુઓ માટે પાણી લેવા જાય છે. જ્યારે આ વિસ્તારમાં ખરેખર પીવાના પાણી માટે સ્થાનિકો લોકો વલખાં મારી રહ્યાં છે. આવા સંજોગોમાં ફળિયાની પાણીની પરિસ્થિતિનો તાગ મેળવવા અને કઈ રીતે સ્થાનિકો પાણી લેવા જાય છે એ જોવા માટે ‘પાણી યાત્રા’ આવી હતી.
આ પછી મનપૂર ગામે સરપંચ યોગીતાબેન મહેશભાઈ બિરારી સાથે ખોરા ફળિયામાં પાણીયાત્રા નીકળી હતી. જેમાં ત્યાંની સ્થાનિક મહિલાઓ હાલમાં પાણી ભરવા ક્યાં જાય છે અને ત્યાં કેવી પરિસ્થિતિ છે એ જોતા ત્યાં માત્ર એક બોરમાં પાણી આવે છે, જ્યારે બીજા બોરમાં પાણી ઊંડા ઉતરી ગયા છે. સ્થાનિકો એક બોરમાંથી માત્ર 4 દેગડા પાણી ભરાય છે ત્યાર પછી ગંદુ પાણી આવે છે.
જ્યારે પશુઓ માટે પાણી લેવા માટે આગળ આવેલા કૂવા સુધી વહેલી સવારે જવું પડે છે. જ્યાંથી માત્ર અડધો કિલોમીટર જલ જૂજ જૂથ યોજનામાંથી પાઇપલાઈન આપવામાં આવે તો મનપુર ગામના ખોરા ફળિયાના લોકો અને એમના પશુઓને પાણી મળી શકે એમ છે. આ પાણી યોજનામાં કોંગ્રેસ પ્રમુખ નિકુંજ ગાવિત, વિરોધ પક્ષના નેતા ચંદુભાઈ, ગણેશ બિરારી, જયંતિભાઈ, ધાકમાળના સરપંચ અંજનાબેન, માજી સરપંચ છગનભાઈ વગેરે હાજર રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.