આરોગ્યને જોખમ:કુરેલીયા પ્રાથમિક શાળાના કંપાઉન્ડમાં ગંદકીથી બાળકોના આરોગ્યને જોખમ

ઉનાઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રા.શાળાનો 74મો સ્થાપના દિવસ ઉજવી એઠવાડ, પ્લાસ્ટિક કચરો કંપાઉન્ડમાં ઠાલવી દેવાયો

વાંસદા તાલુકામાં આવેલા કુરેલીયા ગામે પ્રા. શાળાના કંપાઉન્ડમાં બાળકોના રમત ગમતના સાધનો નજીક પ્લાસ્ટિક કચરો તેમજ ગંદકીથી ખદબદતો એઠવાડ સ્કૂલના જવાબદાર શિક્ષકો દ્વારા ઠાલવવામાં આવતા બાળકોના આરોગ્ય સામે સવાલ ઉઠ્યા છે. પ્રાપ્તિ માહિતી અનુસાર 1લી સપ્ટેમ્બરના રોજ કુરેલીયા પ્રા.શાળામાં શાળાનો 74મો સ્થાપના દિવસ ઉજવાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શિક્ષકો, બાળકો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. સ્થાપના દિવસની ઉજવણી હોય ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

કાર્યક્રમ પૂરો થયા બાદ શાળના આયોજકો સ્વચ્છતા બાબતે ભાન ભૂલી ભોજનનો એઠવાડ તેમજ શાળના બાળકો માટે આવતી દૂધની મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકની થેલીઓ સ્કૂલના કંપાઉન્ડમાં બાળકોના રમત ગામતના સાધનોની નજીક ઠાલવી દેતા શાળના શિક્ષકો સરકારના સ્વચ્છતા અભિયાનમાં કેટલું યોગદાન આપી શકે એ સાબિત કરી બતાવ્યું હતું.

શિક્ષકે બાળકોને સ્વચ્છતાના પાઠ ભણાવવાના બદલે શિક્ષકોએ પોતે સ્વચ્છતાના પાઠ ભણવાની જરૂર જણાય રહી છે. શાળામાં રમત ગામતના સાધનો નજીક ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું હોય બાળકોનું આરોગ્ય જોખમાય એવી શકયતા ઉભી થઈ છે. સરકાર દરેક શાળાને વિકાસ મોડલ બનાવી રહી છે તેમજ સ્વચ્છતા બાબતે શાળાના શિક્ષકો દ્વારા બાળકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરી રહી છે એવામાં કુરેલીયા પ્રા.શાળાના શિક્ષકો સ્વચ્છતા બાબતે સાવ અજાણ હોય એવું પ્રતીત થઈ રહ્યું છે. વિદ્યા મંદિરમાં ગંદકી ઉભી કરતા શાળાના આયોજક પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે.

એઠવાડ કોણે નાંખ્યો એ ખબર નથી
શાળાનો સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. જેમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. જેથી એઠવાડ કોણે નાંખ્યો એ ખબર નથી પરંતુ તાત્કાલિક ધોરણે સાફ કરાવાશે તેમજ પ્લાસ્ટિકની થેલીઓ ભેગી કરી સળગાવી દેવામાં આવે છે પરંતુ વરસાદને કારણે થેલીઓ ભીની હોવાથી સળગી નહીં હોય એનો પણ નિકાલ કરી દેવામાં આવશે. > માવજીભાઈ, સંચાલક, કુરેલીયા પ્રા.શાળા

અન્ય સમાચારો પણ છે...