તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:વાંસદા શુક્રવારી હાટ બજારમાં ભીડ થતાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

વાંસદા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા - Divya Bhaskar
સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
  • કોરોના સંક્રમણને ખુલ્લુ આમંત્રણ, હાટ બજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે વાંસદામાં શુક્રવારી હાટ બજારમાં ભીડને લઈ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. વાંસદા વહીવટીતંત્ર કોરોનાને ખુલ્લુ આંમત્રણ આપી રહ્યા હોય તેવો માહોલ જામ્યો હતો.સમગ્ર દેશમાં કોરોનાનો બીજો દોર શરૂ થતા સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. વાંસદામાં શુક્રવારે ભરાયેલા હાટ બજારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. વાંસદા તાલુકામાં દિવાળી પર્વ બાદ કોરોના સંક્રમણમાં વધારો થયો છે. દિનપ્રતિદિન દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વહીવટીતંત્રને કોરોનાનું સંક્રમણ અટકાવવાના પગલાં ભરવાને બદલે વાંસદા શુક્રવારી હાટ બજારમાં ભીડ ઉમટી પડી હતી. આ હાટ બજારમાં કપડાં, કટલરી, બૂટ-ચંપલ, શાકભાજી સહિતની દુકાનો પર લગ્ન સિઝન હોવાથી ભારે ભીડ જોવા મળી હતી.

હાલમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો પાલન કરાવી કોરોના સંક્રમણને અટકાવવાની તજવીજ હાથ ધરવી જોઈએ તેના બદલે હાટ બજારમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ જોવા મળ્યો હતો. કોરોનાના વધતા જતા કહેરને લઈ સરકાર દ્વારા લગ્ન અને અશુભ પ્રસંગે લોકોની સંખ્યા મર્યાદિત કરી છે ત્યારે આ પ્રકાર ભરાતા હાટ બજારમાં ભીડ સર્જાતા તાલુકાના વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલાં ભરી કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.

ગ્રાહક અને વેપારી બંને માટે ઘાતક સાબિત થઈ શકે
વાંસદા બજાર વિસ્તારમાં વહેલી સવારે ભરાતા શાકભાજીના હોલસેલ બજારમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ અને માસ્ક વગર ગ્રાહકો અને વ્યાપારીઓ નજરે પડે છે. હાલ શરૂઆત છે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા કરતા વધતા જતા કોરોના સંક્રમણને અટકાવાય નહીં તો વાંસદા વિસ્તાર માટે ઘાતક સાબિત થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...