તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અધૂરો વિકાસ:ચોમાસુ માથે બેઠું છતાં તોરણીયા ડુંગર પાસે લો લેવલ પુલની કામગીરી પૂર્ણ કરવાના ઠેકાણાં નથી

વાંસદા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાંસદાથી તોરણીયા ડુંગર થઈને જતો રસ્તો વરસાદમાં બંધ રહેવાની પૂરી શક્યતા

વાંસદા તાલુકાના સરા જતા રસ્તા પર તોરણીયા ડુંગર પાસે એક વર્ષથી લો લેવલ પુલનું કામ ધીમી ગતિએ ચાલતા લોકોમાં રોષ ફેલાયો છે. વાંસદા તાલુકાના વાંસદાથી સરા ગામ તરફ જતા રસ્તાનું કામ ગત વર્ષે પૂર્ણ કર્યા બાદ તોરણીયા ડુંગર પાસે આવેલ લો લેવલ પુલનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે. જેથી ચોમાસામાં હાલાકીનો સામનો કરવાનો વારો આવશે એવો લોકોમાં ભય ફેલાયો છે. વહીવટીતંત્રએ કોન્ટ્રાકટર સાથે વાત કરી વરસાદ આવે તે પહેલા આ લો લેવલનું કામ પૂર્ણ કરાવે એવી આમજનતાની માંગ છે.

હાલમાં વરસાદી વાતાવરણનો માહોલ અને 15મી જૂન સુધી ચોમાસું બેસવાની વાત ચાલી રહી છે ત્યારે વરસાદ આવે તે પહેલાં આ લો લેવલ પુલની કામગીરી ઝડપી બનાવી વહેલી તકે કામ પૂર્ણ કરવામાં આવે એ જરૂરી બન્યું છે. જો કામ પૂર્ણ નહી થશે તો આ વર્ષે વાંસદાથી તોરણીયા ડુંગર થઈને જતો રસ્તો વરસાદની સિઝનમાં બંધ રહેવાની પૂરી શક્યતા રહેલી છે. જેને પગલે લોકોને ચકરાવો લઈને સરા ગામે પહોંચવાની સ્થિતિ ઉભી થશે એવું જણાય રહ્યું છે.

વરસાદ પહેલા કામ પૂર્ણ કરાવે એ જરૂરી
વાંસદાથી સરા તરફ જતા રસ્તા વચ્ચે તોરણીયા ડુંગર પાસે લો લેવલના પુલની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. જેના કારણે વરસાદ શરૂ થાય તે પહેલાં કામ પૂર્ણ કરાવે અને લોકોને પડતી હાલાકી દૂર કરે એ જરૂરી છે.- ગુણવંતભાઈ પટેલ, ડેઈલી અપડાઉન કરનાર, સરા

અન્ય સમાચારો પણ છે...