આવેદન:ધો-12ના રિપિટર છાત્રોને માસ પ્રમોશન આપવા માગ

વાંસદા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાત્રોઅે મામલતદારને આવેદન પાઠવ્યું

વાંસદા તાલુકાના ધોરણ-12ના રિપિટરો દ્વારા વાંસદા-ચીખલીના ધારાસભ્યની આગેવાનીમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રીપીટર વિદ્યાર્થીઓએ રાજ્યના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં રિપિટર વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને પોતાની વેદના ઠાલવી હતી.

વાંસદા તાલુકાના ધોરણ-12ના રિપિટરો અને ગત વર્ષે પરીક્ષામાં નાપાસ થયેલા યુવાનો દ્વારા વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વાંસદા તાલુકા સેવાસદનમાં ડે. મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ધોરણ-12ની પરીક્ષા રદ કરવામાં આવી હતી અને ધોરણ-12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જેના અનુસંધાને ધોરણ-12ના રિપિટરો અને ગત વર્ષ નાપાસ થયેલા તથા ડ્રોપ મુકેલ વિદ્યાર્થીઓ દ્વારા તેઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે એવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમિશ, ધર્મેશ પટેલ, મનિષ પટેલ, ગૌરાંગ પટેલ જેવા યુવા કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...