તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસ્ક્યુ:માતા સાથે મિલન કરાવવા ફોરેસ્ટે મુકેલા પાંજરામાં બચ્ચાને શોધતી દીપડી પૂરાઇ

વાંસદા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
વાંદરવેલા ગામે મળેલું ઇજાગ્રસ્ત બચ્ચું - Divya Bhaskar
વાંદરવેલા ગામે મળેલું ઇજાગ્રસ્ત બચ્ચું
 • વાંદરવેલા ગામે દીપડાનું બચ્ચું ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યું

વાંસદા તાલુકાના વાંદરવેલા ગામે ખેતરમાં ઇજાગ્રસ્ત દીપડાનું બચ્ચું નજરે પડતા વન વિભાગના સ્ટાફે ઇજાગ્રસ્ત બચ્ચાનું હલનચલન ન થઈ શકવાના કારણે નેટ મારફતે રેસક્યૂ કરી પાંજરામાં મૂકી બચ્ચાને વાંસદામાં લાવી સારવાર શરૂ કરી હતી. માતા સાથે મિલન કરાવવા ફોરેસ્ટે પિંજરૂ મુકતા દીપડી પણ પાંજરે પૂરાઇ હતી.

પાંજરે પુરાયેલી દીપડી
પાંજરે પુરાયેલી દીપડી

વાંસદા પશ્ચિમ વન વિભાગમાંથી મળતી માહિતી મુજબ વાંસદા પશ્ચિમ વન વિભાગના લીમઝર રાઉન્ડના વાંદરવેલા ગામે સાતબેલીયા ફળિયા વિસ્તારમાં રહેતા બેડીયાભાઈ ભીખુભાઇના માલિકીની સરવે નંબર 667માં દીપડાનું બચ્ચું ઈજાગ્રસ્ત હાલતમાં નજરે પડતા પશ્ચિમ વન વિભાગના રેંજ ફોરેસ્ટ ઓફિસર જે.ડી.રાઠોડ ને ટેલિફોનિક જાણ કરી હતી. જેથી તાત્કાલિક લીમઝર બીટગાર્ડ નરેશ પટેલ, વાઘાબારી બીટગાર્ડ કમલેશ પટેલ, મોળાઆંબા બીટગાર્ડ ડિગલ પટેલ, લીમઝર રાઉન્ડ ફોરેસ્ટર બી.ટી.પટેલ અને કણધા રાઉન્ડ ફોરેસ્ટર સુરેશ પટેલ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યાં દીપડાના બચ્ચાથી હલનચલન થઈ શકતું ન હતું, જેથી નેટ મારફતે રેસક્યૂ કરી પાંજરામાં મૂકી સારવાર અર્થે વાંસદામાં લાવવામાં આવ્યું હતું. જ્યાં પશુ ચિકિત્સકે સારવાર શરૂ કરી પુન: 29મી ડિસેમ્બરે સાંજે ખાતેદાર તરફથી આ વિસ્તારમાં વન્ય પ્રાણી હજુ હોવાનું જણાવતા રેંજ ફોરેસ્ટ ઓફિસર તાત્કાલિક તે સ્થળે પાંજરું ગોઠવતા મોડી રાત્રે અંદાજિત 3.5 વર્ષની દીપડી પાંજરે પુરાતા વાંસદામાં લાવી પશુ ચિકિત્સા પાસે હેલ્થ ચકાસણી કરાવી નાયબ વન સંરક્ષક વલસાડ ઉત્તર તથા મદદનીશ વન સંરક્ષક વાંસદાના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ રેંજ ફોરેસ્ટ ઓફિસર જે.ડી.રાઠોડ કરી રહ્યા છે.

બીજા બચ્ચા છે કે નહીં તપાસ કરવા ટ્રેક કેમેરા મુકાયા
વાંદરવેલા ગામે દીપડાનું ઇજાગ્રસ્ત બચ્ચું અને દીપડી પાંજરે પુરાયા બાદ આ વિસ્તારમાં દીપડાના બીજા બચ્ચા છે કે કેમ તેની ચકાસણી માટે ટ્રેક કેમરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

દીપડાનું બચ્ચું જોતાં ફોરેસ્ટ ઓફિસરને જાણ કરી
વન્ય પ્રાણી દીપડાનું બચ્ચું પ્રથમ મને નજરે પડતા પશ્ચિમ વન વિભાગના રેંજ ફોરેસ્ટ ઓફિસર જે.ડી.રાઠોડને જાણ કરી હતી. તાત્કાલિક સ્ટાફ સાથે ઘટનાસ્થળે આવી નેટથી રેસક્યૂ કરી દીપડાના બચ્ચાને ભારે જહેમત બાદ પાંજરે પુરી વાંસદા લઈ ગયા હતા. - પરિમલ હાસજી પટેલ, વાંદરવેલા, સાત બેલિયા ફળીયા

નેટથી રેસક્યૂ કરી બચ્ચાને સારવારમાં લઇ જવાયું
વાંદરવેલા ગામે દીપડાના બચ્ચું ઇજાગ્રસ્ત હાલતમાં હોવાનું ટેલિફોનિક જાણ થતાં તાત્કાલિક સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી નેટથી રેસક્યૂ કરી ભારે જહેમત બાદ બચ્ચાને વાંસદા લાવી સારવાર શરૂ કરાવી હતી. હાલમાં તે સારવાર હેઠળ છે. તેજ દિવસે દીપડી નજરે પડતા ત્યાં પાંજરું ગોઠવતા દીપડી પણ પાંજરે પુરાતા ઉપલા અધિકારીઓની સૂચના હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. - જે.ડી. રાઠોડ, પશ્ચિમ રેંજ ફોરેસ્ટ ઓફિસર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો