લોકોમાં ભય:રાણીફળિયા ફાર્મ હાઉસમાં દીપડાએ શ્વાનને ઝપટ મારી

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મધરાતે વન ચેતના કેન્દ્ર નજીક બનેલી ઘટના
  • દીપડો સીસીટીવીમાં કેદ, લોકોમાં ભય

વાંસદા તાલુકાના રાણીફળિયા ગામના વન વિભાગના વન ચેતના કેન્દ્ર નજીકમાં આવેલા ફાર્મ હાઉસમાં બંગલા પાસે રાત્રિના સમયે દીપડાએ લટાર મારી હતી. બંગલાના મુખ્ય દરવાજા પર શ્વાન બેસેલો હોય તેના ઝપટ મારતા શ્વાન અંદર સરકી જતા તેનો જીવ બચી ગયો હતો. બાદમાં દીપડો અંધારામાં પલાયન થઈ ગયો હતો. જે સમગ્ર હિલચાલ બંગલાની બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. વાંસદા તાલુકામાં અવારનવાર વન્ય પ્રાણી દીપડાઓ ખોરાકની શોધમાં માનવ વસાહતમાં આવી પહોંચે છે ત્યારે ઘણીવાર પાલતુ પશુ અને મનુષ્યને દીપડાએ ઇજા પહોંચાડે છે.

એવી જ રીતે વાંસદાના રાણી ફળિયા ગામના વન વિભાગના વનચેતના કેન્દ્ર નજીકમાં નિવૃત્ત નાયબ કલેકટર ઈશ્વરભાઈ માળીના ફાર્મ હાઉસમાં આવેલ બંગલા પાસે બુધવારે રાતના 12.07 કલાકે જંગલ વિસ્તારમાંથી દીપડો ખોરાકની શોધમાં બંગલાના મેઈન દરવાજા પાસે જાળીના અંદરના ભાગે શ્વાન બેસેલો હતો અને તેને પર તરાપ મારતા શ્વાન અંદર સરકી જતા શ્વાનનો જીવ બચી ગયો હતો.

થોડીક ક્ષણમાં દીપડો અંધારામાં પલાયન થઈ ગયો હતો. આ સમગ્ર હિલચાલ બંગલાની બહાર લગાડેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થતા પરિજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. વન વિભાગના અધિકારીઓએ સ્થળનો સરવે કરી દીપડાને પાંજરે પુરવાના પ્રયાસ હાથ ધરે એવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...