તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:મીંઢાબારી પાસે વાહન અડફેટે દીપડાનું મોત, અજાણ્યા વાહનચાલકની તલાશ

વાંસદા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફોરેસ્ટ સ્ટાફે અંતિમ સંસ્કાર કર્યા - Divya Bhaskar
ફોરેસ્ટ સ્ટાફે અંતિમ સંસ્કાર કર્યા

વાંસદા પશ્ચિમ રેન્જના ધરમપુર રોડ ઉપર આવેલ મીંઢાબારી ગામ પાસે નેશનલ હાઇવે ઉપર અજાણ્યા વાહનની અડફેટે આવતા દીપડાનું મોત નિપજ્યું છે.વાંસદા પશ્ચિમ રેન્જના કાર્યવિસ્તાર માં આવતા વાંસદા ધરમપુર રોડ ઉપર મીંઢાબારી ગામ પાસે વહેલી સવારે 5.00 કલાકે અજાણ્યા વાહનની અડફેટે આવતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

જેનું પશુ ચિકિત્સક પાસેથી પી.એમ.કરાવી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. વાંસદા પશ્ચિમ વન વિભાગ વિસ્તારના જામલિયા બીટમાં આવેલા મીંઢાબારી ગામ પાસે વહેલી સવારે અંદાજિત 5.00 કલાકે એક વન્ય પ્રાણી નર દીપડો અંદાજિત 9 થી 10 વર્ષનો શિકારની શોધ માં રોડ ઉપરથી પ્રસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકના અડફેટમાં આવતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

જેની ખબર આજુબાજુ વિસ્તારના લોકોને પડતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. મીંઢાબારી ગામના સરપંચ દ્વારા પશ્ચિમ રેન્જના જામલિયા રાઉન્ડ ફોરેસ્ટરને જાણ કરતા ફોરેસ્ટરે આર.એફ.ઓ. જે.ડી.રાઠોડને ટેલિફોનિક જાણ કરતા તાત્કાલિક રાઠોડે સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી મૃત દીપડાને લઈ વાંસદા પશુ ચિકિત્સક યશ પટેલ પાસે ચકાસણી બાદ પી.એમ. કરાવી મીંઢાબારી વનવિભાગ કેમ્પમાં ઉપલા અધિકારી નાયબ વન સંરક્ષક વલસાડ ઉત્તર તથા મદદનીશ વન સંરક્ષક.વાંસદાના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ રેન્જના રેંજ ફોરેસ્ટ ઓફિસર જે.ડી.રાઠોડ અંતિમ સંસ્કાર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો