વાંસદા તાલુકાના સુપ્રસિદ્ધ ઉનાઈ માતાજીના મકરસંક્રાંતિના મેળામાં ખંભાલિયા વિસ્તારમાં ગોકુળ ડેરીની સામે મંડપ બાંધતા હતા. દરમિયાન 45 વર્ષીય યુવક નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચતા સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું.
વાંસદા તાલુકાના સુપ્રસિદ્ધ ઉનાઈ માતાજીના મકરસંક્રાંતિ મેળામાં મોહમદહૈદર મોહમદગફુર શેખ (ઉ.વ. 42, રહે. તારાબરીયારપુર, બિહાર)એ ખંભાલિયા ગામે ગોકુળ ડેરીની સામે મેળામાં મંડપ બનાવવા માટે 7થી 8 ફૂટ સીડી ઉપર ચડી મંડપનું કામકાજ કરતો હતો. એ દરમિયાન અચાનક સીડી ઉપરથી નીચે પડી જતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી.
તેને ઉનાઈ સરકારી હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. મોહમદ આસીફ મોહમદ મુસ્લિમ શેખ (હાલ રહે. વિરાવળ મચ્છી માર્કેટ, નવસારી)એ જાહેરાત આપતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ વાંસદા પીએસઆઇ પી.વી.વસાવાએ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.