દુર્ઘટના:વૃક્ષ તૂટી પડતાં દબાઇ ગયેલા ગોધાબારીના યુવાનનું મોત

વાંસદા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહુવાસમાં વૃક્ષ કાપતી વેળા બનેલી ઘટના

વાંસદા તાલુકાના ગોધાબારી ગામના યુવાને મહુવાસ ગામે જલાઉ લાકડા કાપવા મજૂરી કામે ગયો હતો. એ દરમિયાન લીમડાનું વૃક્ષ અચાનક તૂટી પડતા મજૂર ઉપર પડતા 108 એમ્બ્યુલન્સમાં વાંસદા કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કરતા પી.એમ કરી લાશ પરિજનોને સુપરત કરી હતી.વાંસદા તાલુકાના ગોધાબારી ડુંગરપાડા ફળિયામાં રહેતા શાંતિલાલ રડકુભાઇ સેવરા (ઉ.વ. 42)એ ગુરૂવારે સવારે મજૂરો સાથે મહુવાસ ગામના પીલાડ ફળિયામાં જલાઉ લાકડા કાપવા માટે આવ્યાં હતા. એ દરમિયાન લીમડાનું વૃક્ષ અન્ય મજૂરો સાથે કાપી રહ્યાં હતા.

દરમિયાન વૃક્ષ ઝોક મારતા અચાનક જમીન ઉપર તૂટી પડી ઉછળીને શાંતિલાલ ઉપર પડતા તે નીચે દબાઈ ગયા હતા. તેમને અન્ય મજૂરોએ બહાર કાઢી સારવાર માટે 108માં વાંસદા કોટેજ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

રાજેશ રમેશભાઈ થોરાત (રહે. ગોધાબારી)એ વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે. વાંસદામાં વૃક્ષ કાપવાની ઘટના બાદ આ વૃક્ષ મજુર ઉપર જ પડવાની ઘટનાએ આ િવસ્તારમાં લાકડા કાપતા મજુરોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે આવા લાકડા કાપતા મજુરો માટે જે તે કોન્ટ્રાક્ટર દ્વારા સલામતીના પગલા ભરવામાં આવે તેવી માંગ પણ પરિવારજનોએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...